વિજય અને પક્ષની જીત બાદ પ્રેમિકા ત્રિશાનો જૂનો વીડિયો વાયરલ: એક્ટ્રેસે CM બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
May 05, 2026
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ એક્ટરમાંથી રાજકારણી બનેલા વિજયના પક્ષ તમિલગા વેત્રી કઝગમને 108 બેઠકો મળી છે. TVK સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો હોવાથી વિજયની પ્રેમિકા મનાતી ત્રિશા કૃષ્ણનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો 2004નો છે જ્યારે ત્રિશા ફિલ્મ ઉદ્યોગમાં નવી હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે મજાકમાં કહ્યું હતું કે તે તમિલનાડુની ચીફ મિનિસ્ટર બનવા માગે છે. તેણે વીડિયોમાં ઉમેર્યું હતું કે રાહ જુઓ, તમે 10 વર્ષમાં જોશો. રાજકારણમાં આવ્યા બાદના પ્લાનિંગ વિશે પૂછતા તેણે હસતા હસતા જવાબ આપ્યો હતો કે પહેલા તમે બધા વોટ આપીને મને ચૂંટો, બાદમાં હું તમને બતાવીશ.
હાલમાં આ વાયરલ વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. અહેવાલો મુજબ ત્રિશાએ તાજેતરમાં વિજયના નિવાસસ્થાને તેની મુલાકાત લીધી હતી અને ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. વિજય અને ત્રિશા અવારનવાર વિવિધ કાર્યક્રમોમાં સાથે જોવા મળે છે. ત્રિશાનું અંગત જીવન અને તેનું નામ વિજય સાથે જોડાવાને કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. બંને અનેક જાહેર કાર્યક્રમો અને લગ્નના રિસેપ્શનમાં પણ સાથે દેખાયા છે. ખાસ કરીને વિજયના છૂટાછેડાના સમાચાર આવ્યા બાદ આ અફવાઓને વધુ વેગ મળ્યો હતો, જોકે બંનેએ પોતાના સંબંધો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ત્રિશાએ તાજેતરમાં મણિરત્નમની ફિલ્મ ઠગ લાઈફમાં કામ કર્યું છે, જેમાં કમલ હાસન મુખ્ય ભૂમિકામાં હતા. હવે તે સૂર્યા સાથેની ફિલ્મ કરુપ્પુ ની રિલીઝની રાહ જોઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રખ્યાત કોમેડિયન અને ડિરેક્ટર આરજે બાલાજીએ કર્યું છે. આ તમામ સમાચારો વચ્ચે ત્રિશાની વર્ષો જૂની આ ક્લિપ ફરીથી સોશિયલ મીડિયા પર ઝડપથી પ્રસારિત થઈ રહી છે. વાયરલ વીડિયોમાં ત્રિશાની રાજકીય મહત્વકાંક્ષા ભલે મજાકમાં હોય, પરંતુ વર્તમાન રાજકીય સ્થિતિમાં તે લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
Related Articles
આઇફા એવોર્ડ 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવીસ જાન્યુઆરીએ યોજાશે
આઇફા એવોર્ડ 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવી...
Sep 26, 2026
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ અને અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન...
Sep 22, 2026
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિક બનશે
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિ...
Sep 19, 2026
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: કરિશ્મા કપૂર
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન...
Sep 15, 2026
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બદલે ગુજરાતના એકતાનગર ખાતે યોજાય તેવી પ્રબળ શક્યતા
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બ...
Sep 08, 2026
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી નાખી...', પંજાબની ઈન્ફ્લુએન્સરના મોત બાદ માતાનો ગંભીર આરોપ
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી ના...
Aug 30, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026