50 લાખ ડૉલર આપો અને અમેરિકાના નાગરિક બનો... હવે ટ્રમ્પ લાવ્યા 'ગોલ્ડ કાર્ડ' યોજના
February 26, 2025
ટ્રમ્પ જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી એક પછી એક મોટી જાહેરાતો કરતા આવ્યા છે. જોકે આ વખતે તેમણે અમેરિકન નાગરિક બનવા ઇચ્છતા લોકો માટે એક ગુડ ન્યૂઝ આપ્યા છે. જો કે, નાગરિકતા મેળવવા માટે તમારે મોટી રકમ પણ ચૂકવવી પડશે.
ટ્રમ્પની યોજના અનુસાર જે લોકોને અમેરિકન નાગરિકતા જોઈએ છે તેમણે 50 લાખ ડોલર (લગભગ 43 કરોડ 55 લાખ રૂપિયા) ખર્ચવા પડશે. તેને 'ગોલ્ડ કાર્ડ' સ્કીમ નામ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ગોલ્ડ કાર્ડ ગ્રીન કાર્ડનું પ્રીમિયમ વર્ઝન હશે. ગોલ્ડ કાર્ડ પ્રાપ્ત કર્યા પછી, વ્યક્તિને ગ્રીન કાર્ડ કરતાં વધુ વિશેષ અધિકારો તો મળશે જ, તેની સાથે અમેરિકામાં રોકાણ કરવાની અને નાગરિકતા મેળવવાની તક પણ મળશે. ભવિષ્યમાં આ રીતે 10 લાખ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે.
ટ્રમ્પે ઓવલ ઓફિસમાં વાણિજ્ય સચિવ હોવર્ડ લ્યુટનીક સાથે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતી વખતે કહ્યું કે આ યોજનાનો ધ્યેય વિશ્વભરના અમીર લોકોને અમેરિકા તરફ આકર્ષવાનો છે, જેનાથી દેશમાં નોકરીની તકો વધશે. ટ્રમ્પે કહ્યું કે "અમે ગોલ્ડ કાર્ડ વેચવા જઈ રહ્યા છીએ. અમે તે કાર્ડની કિંમત લગભગ 5 મિલિયન ડૉલર રાખીશું. હાલમાં તમારી પાસે ગ્રીન કાર્ડ છે અને આ એક ગોલ્ડ કાર્ડ છે. તેની કિંમત લગભગ 5 મિલિયન ડૉલર જેટલી હશે અને તે તમને ગ્રીન કાર્ડ જેવા જ વિશેષાધિકારો આપશે. ટ્રમ્પે કહ્યું કે , "આનાથી નાગરિકતાનો નવો માર્ગ ખુલશે. શ્રીમંત લોકો આ કાર્ડ ખરીદીને અમેરિકા આવશે, અહીં રોકાણ કરશે અને ઘણી નોકરીઓનું સર્જન કરશે."
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026