પુષ્યનક્ષત્રના અઠવાડિયા અગાઉ સોનું ઓલટાઇમ હાઈ:76,502 રૂપિયા ભાવ થયો; આ વર્ષે અત્યાર સુધીમાં 13,150 રૂપિયા મોંઘું થયું છે

October 16, 2024

સોનું આજે એટલે કે 16 ઓક્ટોબરે તેની ઓલટાઇમ હાઈએ પહોંચ્યું હતું. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત રૂ. 572 વધીને 76,502 રૂપિયા થઈ ગઈ છે. આના એક દિવસ પહેલાં તેની કિંમત 75,930 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી.

તે જ સમયે, ચાંદીના ભાવમાં પણ આજે વધારો થયો છે. તે રૂ. 1,454 વધીને 91,254 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. આના એક દિવસ પહેલાં ચાંદી 89,800 રૂપિયા પર હતી. આ વર્ષે 29 મેના રોજ ચાંદી તેની ઓલ-ટાઇમ હાઈ 94,280 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.

અમદાવાદ અને 4 મેટ્રોમાં સોનાનો ભાવ

  • દિલ્હી: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 71,550 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 78,040 રૂપિયા છે.
  • મુંબઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 71,150 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 77,890 રૂપિયા છે.
  • કોલકાતા: 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 71,150 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 77,890 રૂપિયા છે.
  • ચેન્નઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 71,150 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 77,890 રૂપિયા છે.
  • અમદાવાદ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 71,400 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 77,890 રૂપિયા છે.