સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું;
April 06, 2026
યુદ્ધના કારણે વૈશ્વિક ઉથલપાથલ તથા શેરબજારમાં અસ્થિરતા વચ્ચે ભારતમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના ડેટા અનુસાર, આજે 24 કેરેટ સોનાના ભાવમાં 1,283 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનું હવે 1.48 લાખ રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે.
ચાંદીમાં પણ તેજી
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે. એક કિલો ચાંદીના ભાવમાં 3,215 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે, જેને પગલે હવે 1 કિલો ચાંદીની કિંમત 2.31 લાખ રૂપિયા થઈ ગઈ છે. અગાઉ ચાંદી 2.28 લાખ રૂપિયાના સ્તરે બંધ રહી હતી.
ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ 110 ડોલરને પાર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' અને ઊર્જા મથકો પર હુમલાની ધમકી આપ્યા બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ટ્રમ્પના નિવેદન બાદ ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) 1.4% વધીને 110.60 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. જ્યારે યુએસ ક્રૂડ (WTI) 1.8% ના વધારા સાથે 113.60 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. નિષ્ણાતો માની રહ્યા છે કે જો હોર્મુઝનો જળમાર્ગ જલ્દી નહીં ખુલે તો ભાવ હજુ પણ વધી શકે છે.
Related Articles
હૈદરાબાદ એરપોર્ટ પર 3 દિવસમાં 3 વિમાન ઉડાવી દેવાની ધમકી, સઘન તપાસ પણ કંઈ વાંધાજનક ન મળ્યું
હૈદરાબાદ એરપોર્ટ પર 3 દિવસમાં 3 વિમાન ઉડ...
May 18, 2026
કમ્પ્લાયન્સમાં નિષ્ફળ રહેતા ઓલા, ઉબર અને રૅપિડો ઍપ પર બૅનનો નિર્ણય હાલ મોકૂફ
કમ્પ્લાયન્સમાં નિષ્ફળ રહેતા ઓલા, ઉબર અને...
May 18, 2026
કેરલમ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ સત્તા પરિવર્તન: યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની વાપસી અને વી.ડી. સતીશન બન્યા નવા મુખ્યમંત્રી
કેરલમ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ સ...
May 18, 2026
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ગેસ પેપરના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ગેસ...
May 17, 2026
'હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી...', CM વિજયથી ઈર્ષ્યાની વાતો પર ભડક્યા સુપરસ્ટાર રજનીકાંત
'હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી...
May 17, 2026
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37એ પહોંચી
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રા...
May 17, 2026
Trending NEWS
17 May, 2026
16 May, 2026