સુરતમાં 8 કરોડથી વધુની કિંમતનું સોનું જપ્ત, સારોલી પોલીસે બે શખસોની કરી ધરપકડ

December 20, 2024

સુરત : સુરતમાં સારોલી પોલીસની ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ નજીક શંકાસ્પદ કારમાં ચેકિંગ કર્યું. પોલીસે કારચાલક સહિતના બંને શખસોમાં હિરેન ભરતભાઈ ભટ્ટી અને મગન ધનજીભાઈ ધામેલીયાને ઝડપી પાડી પૂછપરછ કરી હતી. જેમાં સોનું અંગે કોઈ પૂરાવા ન મળતા પોલીસે સોનાના નાના-મોટા ટુકડા અને બિસ્કીટ મળીને કુલ 8.57 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું. 
પોલીસના જણાવ્યાં મુજબ, કારમાં સવાર બંને શખસોના પેન્ટ-શર્ટમાંથી એક પ્લાસ્ટિકની થેલી મળી હતી. જેમાંથી સોનાના 8 પેકેટ મળી આવ્યા હતા. પોલીસે કુલ 14 કિલો 700 ગ્રામ વજનનું સોનું સહિત બે મોબાઈલ ફોન અને કાર થઈને કુલ 8.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.