'સરકાર અને નાણામંત્રીએ આર્થિક સર્વેક્ષણની અવગણના કરી છે ઃ માજી નાણા મંત્રી પી. ચિદમ્બરમ
February 01, 2026
'યોજનાઓની સંખ્યા વધારવામાં જ વ્યસ્ત છે નાણામંત્રી'
દિલ્હી : પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમે બજેટ મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારમણ પર નિશાન સાધ્યું છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, એવું લાગે છે કે સીતારમણે કાં તો આર્થિક સર્વેક્ષણને બરાબર વાંચ્યું નથી અથવા તો તેને જાણીજોઈને અવગણ્યું છે. ચિદમ્બરમે આરોપ લગાવ્યો કે, નાણામંત્રીના ભાષણ અને બજેટની આર્થિક નીતિમાં દૂરદર્શિતાનો સદંતર અભાવ છે.
મીડિયા સાથે વાત કરતાં ચિદમ્બરમે સરકારને ઘેરતાં કહ્યું, “આજે સંસદમાં નાણામંત્રીના ભાષણમાં જે કંઈ સાંભળવા મળ્યું, તેનાથી અર્થશાસ્ત્રનો દરેક વિદ્યાર્થી સ્તબ્ધ થઈ ગયો હશે. બજેટ એ માત્ર વાર્ષિક આવક અને ખર્ચનું નિવેદન નથી. વર્તમાન સંજોગોમાં બજેટ ભાષણે એ મુખ્ય પડકારો પર સ્પષ્ટ દૃષ્ટિકોણ રજૂ કરવો જોઈતો હતો. જેનો ઉલ્લેખ થોડા દિવસો પહેલા જાહેર કરાયેલા આર્થિક સર્વેક્ષણ 2025-26માં કરવામાં આવ્યો હતો.”
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આક્ષેપ કર્યો કે, "બજેટ ભાષણની સૌથી ગંભીર બાબત એ છે કે, નાણામંત્રી માત્ર નવી યોજનાઓ, મિશન, સંસ્થાઓ, પહેલ અને ભંડોળની સંખ્યા વધારતા થાકતા નથી. મેં આવી ઓછામાં ઓછી 24 યોજનાઓની ગણતરી કરી છે. હું તમારી કલ્પના પર છોડું છું કે આવતા વર્ષ સુધીમાં આમાંથી કેટલી યોજનાઓ લોકો ભૂલી જશે અને ગાયબ થઈ જશે." આ ઉપરાંત, ચિદમ્બરમે તમિલનાડુને બજેટમાં પૂરતો ફાયદો ન મળવા બદલ પણ ટીકા કરી હતી.
- ભારતીય અર્થતંત્ર સામે અનેક પડકારો: ચિદમ્બરમ
ચિદમ્બરમે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર અત્યારે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે, પરંતુ નાણામંત્રીએ પોતાના ભાષણમાં કોઈ પણ પડકાર વિશે વાત કરી નથી. તેમણે મુખ્ય સમસ્યાઓ ગણાવતાં કહ્યું: તેમણે ઉમેર્યું કે, "નાણામંત્રીએ આ ગંભીર મુદ્દાઓમાંથી એક પણ વિષય પર ધ્યાન આપ્યું નથી."
- અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ.
- ખાનગી ક્ષેત્રમાં રોકાણકારોની ખચકાટ.
- ભારતમાંથી વિદેશી રોકાણનું બહાર જવું.
- વધતી જતી રાજકોષીય ખાધ.
- લાખો MSMEsનું બંધ થવું.
- યુવાનોમાં બેરોજગારી અને શહેરી વિસ્તારોમાં કથળતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026