Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

મણિપુરમાં 19 મહિનાથી હિંસા રોકવામાં સરકાર નિષ્ફળ, નિર્દોષો બન્યા ભોગ: RSSએ ઝાટકણી કાઢી

November 19, 2024

મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી શરૂ થયેલી હિંસા હજુ પણ યથાવત છે. છેલ્લા ૧૫ દિવસથી હિંસાની ઘટનાઓનું પ્રમાણ વધી ગયું છે, એવામાં હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ આરએસએસએ એક નિવેદન જાહેર કરીને મણિપુરની હિંસાની ટિકા કરી છે. સંઘના મણિપુર યુનિટ દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે અત્યંત દુ:ખદ બાબત છે કે ગયા વર્ષે ૩ મેના રોજ શરૂ થયેલી હિંસાને ૧૯ મહિના વીતી ગયા હોવા છતા હજુસુધી તેનો કોઇ નિકાલ લાવવામાં નથી આવ્યો. સંઘ ઉપરાંત ભાજપના વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ પણ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય એમ બન્ને સરકારો શાંતિ અને સલામતિની પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહી છે. રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ (આરએસએસ)એ એક નિવેદન જાહેર કરીને મણિપુરમાં તાજેતરમાં થયેલી હિંસા અને ઉગ્રવાદીઓ દ્વારા નાગરિકોની હત્યાની ઘટનાને લઇને દુ:ખ વ્યક્ત કર્યું હતું, સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારને શાંતિ સ્થાપિત કરવા તમામ યોગ્ય પગલા લેવા કહ્યું હતું. સંઘના મણિપુર યુનિટ દ્વારા જાહેર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે મણિપુરમાં ૧૯ મહિનાથી હિંસા ચાલી રહી છે જે અત્યંત દુ:ખદ અને ખેદજનક છે.  તાજેતરની હિંસામાં નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. મહિલાઓ અને બાળકોની ઘાતકી રીતે કરાયેલી હત્યાની આકરી ટિકા કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ખરેખર ગંભીર પગલા લેવાની જરૂર છે.  જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના મણિપુર યુનિટ દ્વારા પણ એક નિવેદન જાહેર કરાયું હતું અને જણાવાયું હતું કે  બન્ને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવામાં નિષ્ફળ નીવડી છે. ઝિરીબાનમાં બાળકો, મહિલાઓની હત્યા, પોલીસ-સૈન્ય દળો પર હુમલા અત્યંત દુ:ખદ છે. જો સમયસર પગલા લેવામાં આવ્યા હોય તો છ નિર્દોષ નાગરિકોનો જીવ બચાવી શકાયો હોત, પ્રશાસન પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ રહ્યું છે. મણિપુરના ઝિરીબાનમાં ૧૧ કૂકી ઉગ્રવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા, જે બાદ કૂકી ઉગ્રવાદીઓએ મૈતેઇ સમૂદાયના કેમ્પ પર હુમલો કરીને છ લોકોનું અપહરણ કરી તેમની હત્યા કરી નાખી હતી, જેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ મણિપુરમાં ફરી ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સતત બીજા દિવસે મણિપુર મુદ્દે બેઠક યોજી હતી.