ગ્રીનલેન્ડ ભાડાપટ્ટે નથી જોઈતું, માલિક બનીશું: ટ્રમ્પની વધુ એક ધમકીથી યુરોપમાં ચિંતા વધી

January 12, 2026

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે, કે અમેરિકા ગમે તે ભોગે ગ્રીનલેન્ડ લઈને જ રહેશે. ટ્રમ્પનો દાવો છે કે જો અમેરિકા ગ્રીનલેન્ડ પર કબજો નહીં કરે તો ચીન અથવા રશિયા કબજો કરી લેશે. 

એર ફોર્સ વન વિમાનમાં પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું છે, હું નથી ઈચ્છતો કે રશિયા અથવા ચીન ગ્રીનલેન્ડ લઈ લે. હું વાતચીતના માધ્યમથી ડીલ કરવાનું પસંદ કરીશ. ડીલ કરવી જ સરળ રહેશે, પણ છેવટે ગમે તે ભોગે ગ્રીનલેન્ડ લઈને જ રહીશું. 

પત્રકારોએ જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે શું તેઓ ગ્રીનલેન્ડ લેવા માટે સૈન્ય કાર્યવાહી કરવા આદેશ આપશે? તો તેમણે કહ્યું, કે અમેરિકાનું ધ્યાન માત્ર ગ્રીનલેન્ડ પર અધિકાર સ્થાપિત કરવા પર છે. અમને ગ્રીનલેન્ડ લીઝ પર અથવા થોડા સમય માટે નથી જોઈતું. પણ અમે ગ્રીનલેન્ડના એકમાત્ર માલિક બનવા માંગીએ છીએ.