ગુજરાત ATS-રાજસ્થાન પોલીસનું ઓપરેશન, HPCL પાઇપલાઇનમાં પંચર પાડી ઓઇલ ચોરતી ગેંગના 8 ઝડપાયા
August 12, 2026
અમદાવાદઃ ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને HPCLની પાઇપલાઇનમાં પંચર પાડી ક્રૂડ ઓઇલ ચોરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનમાંથી ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઇલ ચોરી કરી તેને અમદાવાદ-રાજકોટ હાઇવે પર વેચતા નેટવર્કમાં સંડોવાયેલા કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત ATSના ડીવાયએસપી એસએલ ચૌધરીને મળેલી બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ હાઇવે પર સોખડા ગામ નજીકથી એક શંકાસ્પદ વ્યક્તિને અટકાવવામાં આવ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન રાજસ્થાનના બાલોત્રાથી ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઇલ લાવી ચોરીનું નેટવર્ક ચલાવવામાં આવતું હોવાની માહિતી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે ગુજરાત ATSએ રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
સંયુક્ત કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના ટાપરા નજીકથી વધુ 7 આરોપીઓને અટકાવવામાં આવ્યા હતા. તપાસમાં કાલુડી ગામની સીમમાં જમીનની અંદર 3-4 ફૂટ ઊંડો ખાડો ખોદીને HPCLની પાઇપલાઇનમાં પંચર પાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. અહીં પાઇપલાઇન સાથે ગેરકાયદે વાલ્વ ફિટ કરવામાં આવ્યો હતો. પોલીસે HPCLના અધિકારીઓને સાથે રાખીને સ્થળ પર તપાસ અને કાર્યવાહી કરી હતી.
આ મામલે રાજસ્થાનના જાસોલ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા તેમજ ‘પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ’ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ક્રૂડ ઓઇલ ચોરીના સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026