ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ વધ્યું, કોંગ્રેસમાંથી BJPમાં આવેલા નેતાને સરપ્રાઇઝ સ્થાન
August 17, 2026
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનમાં નીતિન નબીનની નવી ટીમની ઘોષણા સાથે જ ગુજરાતનું કદ અને પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે વધ્યું છે. વર્ષ 2020 પછી પ્રથમ વખત રાજ્યમાંથી ચાર મહત્વના ચહેરાઓને કેન્દ્રીય સ્તરે જવાબદારી સોંપાઈ છે. આ અગાઉ 2020માં ભાવનગરના તત્કાલીન એમપી ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જેઓનો કાર્યકાળ 2023 સુધી રહ્યો હતો. ત્યારથી અત્યાર સુધી રાષ્ટ્રીય હોદ્દેદારોમાં કોઈ ગુજરાતી નેતા સામેલ ન હતા.
નવી ટીમમાં ગુજરાતના ચાર નેતાઓને સ્થાન મળ્યું છે. તેમાં કોંગ્રેસમાંથી આશરે અઢી વર્ષ પહેલાં ભાજપમાં આવેલા રોહન ગુપ્તાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
તેજસ્વી સૂર્યાના સ્થાને 35 વર્ષીય ડો. હેમાંગ જોશીને યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બનાવાયા છે. તેઓ હાલમાં વડોદરાના સાંસદ હોવાની સાથે ગુજરાત ભાજપ યુવા મોરચાના વડા પણ છે. મૂળ પોરબંદરના અને અભ્યાસ માટે વડોદરા આવેલા ડો. જોશી MS યુનિવર્સિટીની ABVP પાંખમાં સક્રિય રહ્યા હતા (2010-11માં મીડિયા ઇન્ચાર્જ અને જિલ્લા કારોબારી સભાસદ). 2015-16માં સોશિયલ વર્ક ફેકલ્ટીના GS રહી ચૂકેલા હેમાંગ જોશી 2013થી ભાજપમાં જોડાયા હતા. 2022માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તરીકે તેમની પ્રથમ વહીવટી ઇનિંગ શરૂ થઈ હતી.
રાજ્ય ભાજપના અનુભવી મહિલા નેતા વર્ષાબેન 2007 અને 2012માં સુરેન્દ્રનગરની વઢવાણ સીટ પરથી વિજેતા બની ધારાસભ્ય રહ્યા હતા (જોકે 2017માં તેમને ટિકિટ અપાઈ નહોતી). તેઓ પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. 2023માં તેમને મહેસાણા અને હાલમાં આણંદ જિલ્લાના સંગઠન ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપાયેલી છે.
જગદીશ ઈશ્વરભાઈ પટેલ: 2019થી 2022 સુધી અમદાવાદની અમરાઈવાડી વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા જગદીશ પટેલને કેન્દ્રીય સ્તરે સંગઠનમાં લાવી ભાજપે મોટું સરપ્રાઇઝ આપ્યું છે. (તેમને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી નહોતી).
રોહન ગુપ્તા: ડિજિટલ અને પબ્લિક કમ્યુનિકેશનના નિષ્ણાત અને પૂર્વ કોંગ્રેસી નેતા રાજકુમાર ગુપ્તાના પુત્ર રોહન ગુપ્તાને ભાજપે રાષ્ટ્રીય મંત્રી બનાવ્યા છે. સિમ્બાયોસિસ પૂણેથી પીએસસી કરનાર રોહને કોંગ્રેસના આઇટી સેલના વડા, 2016માં AICC મીડિયા કો-ઓર્ડિનેટર અને 2019માં નેશનલ સોશિયલ મીડિયા હેડ તરીકે કામ કર્યું હતું. 2017ની ગુજરાત ચૂંટણીના ડિજિટલ કેમ્પેઇનમાં તેમનું મોટું યોગદાન હતું. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમને અમદાવાદ ઈસ્ટથી ટિકિટ આપી હતી, પરંતુ ઉમેદવારી પાછી ખેંચી રાજીનામું આપ્યા બાદ તેઓ 11 એપ્રિલ 2024ના રોજ ભાજપમાં જોડાયા હતા. હવે તેમણે ભાજપે કેન્દ્રીય સંગઠનમાં રાષ્ટ્રીય મંત્રી/સચિવની જવાબદારી આપી છે.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026