HC સરકારે બે મહિનામાં 156 ગેરકાયદે ધાર્મિક સ્થાનો હટાવ્યા : HCમાં જવાબ
February 12, 2025
તા.21-11-2024થી તા.31-1-2025 સુધી રાજયમાં કુલ 156 જેટલા ગેરકાયદે અને અવરોધરૂપ ધાર્મિક સ્થાનો દૂર કરવામાં આવ્યા છે. ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે જરૂર પડયે આવા કેસોમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ પણ દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવા સરકારપક્ષને તાકીદ કરી હતી. વધુમાં હાઇકોર્ટે રાજયના ગૃહવિભાગને પણ આવા ધાર્મિક સ્થાનો હટાવવાના સમયે તેઓને પૂરતો અને યોગ્ય પોલીસ બંદોબસ્ત આપવા પણ નિર્દેશ કર્યો હતો.
હાઇકોર્ટે ધાર્મિક સ્થાનોની સમીક્ષા અને તેને દૂર કરવા મુદ્દે જિલ્લા સ્તરે રચાયેલી કમીટીઓ દ્વારા છેલ્લા ત્રણ મહિના દરમ્યાન હાથ ધરાયેલી કામગીરીનો રિપોર્ટ પણ સરકાર પાસેથી માંગ્યો છે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.4થી માર્ચે રાખી હતી. રાજયમાં ગેરકાયદે ધાર્મિક સ્થાનો હટાવવા અંગેની કામગીરીનો રિપોર્ટ રજૂ કરતાં સરકારપક્ષ તરફ્થી જણાવાયું કે, રાજયમાં ઉપરોકત સમયમર્યાદામાં હટાવાયેલા કુલ 156 ધાર્મિક સ્થાનો પૈકી 127 ધાર્મિક સ્થાનો જિલ્લા વહીવટી તંત્રના કાર્યક્ષેત્રમાં આવતા હોય તેવી જગ્યામાંથી દૂર કરાયા છે.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026
06 October, 2026
05 October, 2026
05 October, 2026