Breaking News :
તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા મધ્યપ્રદેશના છતરપુરમાં ફૂડ પોઈઝનિંગની આશંકા : રીંગણનું શાક ખાધા બાદ એક જ પરિવારની ત્રણ બહેનોનાં શંકાસ્પદ મોત

વડોદરામાં ભારે વરસાદ : લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ઘૂસ્યા: મધરાત્રે 3 વાગ્યે 150 વિદ્યાર્થીઓ અને શ્રમિકોનું રેસ્ક્યુ

August 01, 2026

વડોદરા જિલ્લામાં પડી રહેલા અવિરત ભારે વરસાદના કારણે વાઘોડિયામાં આવેલી સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પૂરના પાણી ઘૂસી જતાં મોટી દુર્ઘટનાનો ભય ઊભો થયો હતો. મધરાત્રે હોસ્ટેલમાં જળસ્તર વધવાની જાણ થતાં જ વાઘોડિયાના મામલતદાર, પોલીસ અને વહીવટી તંત્રની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને સઘન બચાવ કામગીરી હાથ ધરી હતી અને ફસાયેલા તમામ લોકોને ત્વરિત સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ હોસ્ટેલમાં પાણી ભરાવવાનું શરૂ થતાં જ વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં કુલ 150 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 100 વિદ્યાર્થિનીઓ, 40 વિદ્યાર્થીઓ અને 10 શ્રમિકોનો સમાવેશ થાય છે. સરકારી તંત્ર દ્વારા તાબડતોબ લેવાયેલા આ પગલાંને પગલે કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં જિલ્લામાં મેઘરાજાની ભારે સવારીને જોતાં સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે, સાવચેતીના ભાગરૂપે તમામ નીચાણવાળા વિસ્તારો અને શૈક્ષણિક સંસ્થાઓની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેમજ આગામી સમયમાં કોઈપણ કટોકટી સર્જાય તો રાહત અને બચાવ કામગીરી પહોંચાડવા માટે અગાઉથી જ પૂરતી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે.