ઓસ્ટ્રેલિયામાં આલ્ફ્રેડ વાવાઝોડાથી ભારે વરસાદ : 1નું મોત, 20 હજાર ઘરોમાં વીજળી ગુલ

March 10, 2025

ચક્રવાત આલ્ફ્રેડને કારણે ઓસ્ટ્રેલિયામાં ભારે વરસાદની સ્થિતિ યથાવત છે. ભારે વરસાદ અને ભારે પવનને કારણે પુલો ધોવાઈ ગયા છે. વૃક્ષો ધરાશાયી થયા અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. અત્યાર સુધીમાં એક વ્યક્તિના મોતના અહેવાલ છે. આ સાથે મોટાભાગના ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતને કારણે દેશના પૂર્વ કિનારા પર ભારે વરસાદ પડી રહ્યો છે. પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ચક્રવાતને કારણે અધિકારીઓએ ક્વીન્સલેન્ડ અને ન્યુ સાઉથ વેલ્સના 400 કિલોમીટર દરિયાકાંઠામાં પૂર અને ગંભીર હવામાન ચેતવણીઓ જારી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ક્વીન્સલેન્ડની રાજધાની બ્રિસ્બેનમાં 24 કલાકમાં 30 સેન્ટિમીટર સુધી વરસાદ પડ્યો છે. 

ઓસ્ટ્રેલિયા હાલમાં ચક્રવાત આલ્ફ્રેડનો સામનો કરી રહ્યું છે. ચક્રવાતને કારણે દેશના પૂર્વ કિનારા પર ભારે વરસાદ પડી રહ્યો છે. પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. ઉપરાંત ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. કામદારો પરિસ્થિતિ સુધારવા માટે સતત કામ કરી રહ્યા છે.