દિલ્હી-NCRમાં ભારે વરસાદ વરસ્યો, ઘણા વિસ્તારોમાં ભરાયા પાણી

July 14, 2025

રવિવારે દિલ્હીમાં ભારે વરસાદ થયો હતો. આખો દિવસ રાહ જોયા બાદ દિલ્હી NCRના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. સાંજે 6 વાગ્યાની આસપાસ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને જોરદાર પવન ફૂંકાયો હતો. ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે, દિલ્હી અને NCRના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બેથી ત્રણ કલાકમાં દિલ્હી NCRની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. તે જ સમયે, આ સમય દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હરિયાણાના સોનીપત, ખારખોડા, ઝજ્જર, સોહના, પલવલ અને નુહ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. તે જ સમયે, IMDએ દિલ્હીમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.