ચાણક્યપુરીની નેવી અને દ્વારકાની CRPF સ્કૂલને બોંમ્બથી ઉડાવી દેવાની ધમકી

July 14, 2025

દિલ્હીના ચાણક્યપુરીમાં નેવી સ્કૂલ અને દ્વારકાના સીઆરપીએફ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઇ મેઇલથી બંને સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચ્યો છે. ઘટનાને પગલે પોલીસે સ્થળ પર પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. બોમ્બ ડિફ્યુઝલ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. મહત્વનું છે કે દિલ્હીમાં અવારનવાર શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે. લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.