આંધ્રપ્રદેશમાં ગંભીર રોડ અકસ્માત, કેરી ભરેલી ટ્રક પલટી જતાં 9 લોકોએ જીવ ગુમાવ્યા

July 14, 2025

આંધ્રપ્રદેશના અન્નમયા જિલ્લામાં પુલ્લમપેટ મંડલ નજીક કેરી ભરેલી ટ્રક પલટી જતાં 9 લોકોના મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકો રાજમપેટથી કોડુરુ રેલ્વે સ્ટેશન જઈ રહ્યા હતા ત્યારે રાત્રે અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઘણા લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અકસ્માતના સમાચાર સાંભળીને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ દુખ વ્યક્ત કર્યું હતું.

મુખ્યમંત્રી નાયડુએ અધિકારીઓ સાથે વાત કરી અને ઘાયલોની સારવાર અંગે સંપૂર્ણ માહિતી મેળવી. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ એ પણ ખાતરી આપી હતી કે સરકાર મૃતકોના પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડશે.