ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો
July 14, 2025
ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં 100 ટકા શૌચાલય બની ગયા હોવાનું સરકાર અને અધિકારીઓ કહી રહ્યા છે પણ હકીકત એ છે કે ઘણા ગામોના આદિવાસી નવીનગરી વિસ્તારોમાં છેલ્લા 30 વર્ષથી શોચાલય બન્યા જ નથી. આજે પણ જાહેરમાં શૌચ કરવા માટે લોકો મજબૂર બનતા અધિકારીઓએ શૌચાલયનું કૌભાડ કર્યુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં કુલ 753 ગામોમાં સરકારના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શૌચાલય અભિયાન લગભગ 3 વર્ષ પહેલા ઉપાડ્યુ હતું જેમાં ઘરે-ઘરે શૌચાલય બનાવવાની યોજના મૂકતા જિલ્લાના 753 ગામમાં ઘરે ઘરે શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં જિલ્લાના ઘણા ગામોના આદિવાસી વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પણ શૌચાલય બન્યા જ નથી.
ઘણા લોકોએ તો પોતાના ખર્ચે પણ શૌચાલય બનાવ્યા છે. શૌચાલયના બાંધકામમાં પણ મોટા કૌભાંડની આશંકાઓ વચ્ચે રૂ.1500 કરોડ ઉપરાંતનું કૌભાંડ થયું છે. સૌથી વધારે ઝઘડિયાના અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં 167 ગામમાં તો શૌચાલય બનાવ્યા જ નથી અને સીધે સીધા જ રૂપિયાનો વહીવટ કરી કૌભાંડ કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના સૌથી વધારે આદિવાસી એટલે કે અંતરિયાળ વિસ્તારમાં ઝઘડિયા વાલિયા અને નેત્રંગ ગ્રામ્ય વિસ્તારોમાં રેકોર્ડ ઉપર શૌચાલય બની ગયા હોવાનું બતાવી દીધું છે પરંતુ આદિવાસી વિસ્તારમાં મોટા પ્રમાણમાં શૌચાલય બન્યા જ નથી જેના કારણે કોન્ટ્રાક્ટરો કે અધિકારીઓએ એકબીજાની મિલિ ભગતમાં મોટી કમાણી કરી નાંખી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામે ગામ આદિવાસી વિસ્તારમાં શૌચાલય બન્યા છે કે નહીં ? તેની તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.ભરૂચ જિલ્લાના નાદ ગામના નવીનગરી વિસ્તારમાં શૌચાલય બન્યા જ નથી. જેના કારણે 30 વર્ષથી તેઓ ખુલ્લામાં જ શૌચક્રિયા કરવા જતા હોવાના આક્ષેપ કર્યો છે.
Related Articles
સાબરકાંઠામાં પશુપાલકોનો સાબર ડેરી પર હલ્લાબોલ, પોલીસ પર પથ્થરમારો થતાં સ્થિતિ બેકાબૂ
સાબરકાંઠામાં પશુપાલકોનો સાબર ડેરી પર હલ્...
Jul 14, 2025
બોટાદમાં કોઝ વે પર BAPSના 7 હરિભક્તોને લઈ જતી કાર તણાઈ, બેના દુઃખદ મોત
બોટાદમાં કોઝ વે પર BAPSના 7 હરિભક્તોને લ...
Jul 14, 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે નવો બ્રિજ બનાવાશે, 212 કરોડ રૂપિયા મંજૂર
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે નવો બ્રિજ...
Jul 13, 2025
વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ કરી તો બંદૂક ઝૂંટવી આરોપીઓ ફરાર
વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ...
Jul 13, 2025
પ્લેન ક્રેશ - 'ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ શકે, ટેક્નિકલ ખામી પણ હોઇ શકે'
પ્લેન ક્રેશ - 'ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ...
Jul 12, 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દોષિતો વિરુદ્ધ કડક પગલા લેવાશે, સી.આર. પાટીલ
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દોષિતો વિરુદ્ધ...
Jul 12, 2025
Trending NEWS

14 July, 2025
14 July, 2025
14 July, 2025
14 July, 2025

14 July, 2025
14 July, 2025

13 July, 2025

13 July, 2025

13 July, 2025

13 July, 2025