50 હજારનો ઈનામી શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર, સંજીવ જીવા અને મુખ્તાર ગેંગનો હતો સભ્ય

July 14, 2025

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના છપાર પોલીસ સ્ટેશન વિસ્તારના વિઝોપુરા ચાર રસ્તા પાસે રવિવાર મોડી રાત્રે SFT  મેરઠ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં સંજીવ જીવા અને મુખ્તાર અંસારી ગેંગનો શાર્પ શૂટર શાહરૂખ પઠાણ કે જેના પર 50,000 રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું, તે માર્યો ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. યુપી STF ટીમ અને પોલીસ ઘણા લાંબા સમયથી તેને શોધતી હતી. STFને ઘણી વખત તેનું લોકેશન મળ્યું હતું પરંતુ દરેક વખતે તે પોલીસને ચકમો આપીને ભાગી જતો હતો. છપાર પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર રસ્તા પાસ જંગલમાં STF મેરઠ અને ગુનેગારોની વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. STFની ટીમને શાહરુખ પઠાનનું લોકેશન મળ્યું હતું. જેથી STFની ટીમે તેને પકડવા માટે ચારેય બાજુ નાકાબંધી કરીને ગોઠવાઈ ગઈ હતી. આ દરમિયાન આરોપી તરફથી ફાયરિંગ શરુ કરવામાં આવ્યું હતું. જવાબી ફાયરિંગમા ખાલાપર મુઝફ્ફરનગરના રહેવાસી જરીફના પુત્ર કુખ્યાત ગુનેગાર શાહરુખ પઠાણનું STF ગોળીઓથી મોત થયું. પોલીસે તેની પાસેથી એક બ્રેજા કાર, એક પિસ્તોલ તેમજ બે રિવોલ્વર તેમજ કેટલાક જીવતા કારતૂસ અને ત્રણ ખોખા કારતૂસ પણ કબજે કર્યા હતા. આરોપી ગુનેગાર પર 50 હજારનું ઈનામ રાખવામાં આવ્યું હતું. શાહરુખ પઠાણ સંજીન જીવા અને મુખ્તાર અંસારી ગેંગના શાર્પ શૂટર હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે શાહરુખ પઠાણ સામે લૂંટ અને હત્યાના એક ડઝનથી વધારે ગુનાઓ નોંધાયેલા હતા. હાલમાં તે જામીન પર બહાર આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, લગભગ 6 મહિના પહેલા જામીન પર બહાર આવ્યા પછી હત્યાના કેસમાં સાક્ષી આપનારને ધમકાવીને જાનથી મારી નાખવાની કોશિશમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેની શોધમાં પોલીસની ટીમ લાગેલી હતી. લોકેશન મળતાં જ STFની ટીમે નાકાબંધી કરી હતી તે દરમિયાન તેણે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં તે પોલીસની ગોળીઓથી માર્યો ગયો હતો.