'મારો પરિવાર નાસ્તિક, હું વિક્કા ધર્મનું પાલન કરું છું જેમાં મેલી વિદ્યા...', સ્ટાર અભિનેત્રીનો ઘટસ્ફોટ
July 14, 2025
શ્રૃતિ હાસન એક એવી અભિનેત્રી છે જે પોતાની પર્સનલ લાઈફ, લવ લાઈફ અને પોતાના ભૂતકાળ વિશે ખુલીને વાત કરે છે. તે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપવામાં અચકાતી નથી. હવે શ્રૃતિ હાસને પોતાના બાળપણ વિશે વાત કરી છે અને કહ્યું કે હું એક નાસ્તિક પરિવારમાંથી આવું છું. જ્યાં ભગવાન અને પૂજામાં બહુ વિશ્વાસ નથી. એક યુટ્યુબરને આપેલા ઈન્ટરવ્યૂમાં શ્રૃતિ હાસને ઘણા વિષયો પર વાત કરી હતી. પોતાના બાળપણના દિવસો વિશે વાત કરતા શ્રૃતિએ પોતાના બાળપણને થોડું અસ્તવ્યસ્ત અને અરાજક બતાવ્યું હતું. તેણે કહ્યું કે, અમે એક નાસ્તિક ઘરમાં ઉછર્યા હતા. એક બિનધાર્મિક ઘરમાં. જ્યારે હું આ કહું છું ત્યારે મારા પિતાને નફરત છે, પરંતુ અમારા ઘરમાં કોઈ ભગવાન નહોતા. એ બધું ન હોતું જે બીજા ઘરોમાં હોય છે. ભગવાનમાં કે કોઈ ધર્મ માનવામાં નહોતું આવતું. ક્યાંક મારા બાળપણના મનમાં મને ખબર હતી કે કલા એ ભગવાન છે. અઠવાડિયાનો દરેક દિવસ કલા માટે કંઈક કરવું હતું અને કલાને સમર્પિત હતો. અભિનેત્રીએ કમલ હાસનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પપ્પાએ મને કોઈપણ દખલ વિના મારી માન્યતાઓને સમજવાની સ્વતંત્રતા આપી. હા, હું વિક્કા ધર્મનું પાલન કરું છું, જેમાં મેલીવિદ્યાનો સમાવેશ થાય છે. જોકે, પપ્પાને જ્યોતિષ શબ્દ સાંભળવાનું પણ પસંદ નથી. જો તમે મારા પિતા સાથે જ્યોતિષ વિશે વાત કરો છો તો તેઓ કહેતા કે બહાર નીકળો. તેઓ ખૂબ જ પ્રેક્ટિકલ છે. તેઓ ડૉક્ટરો કરતાં લોકોને વધુ સારી રીતે સમજી શકે છે કારણ કે તેઓ ચાર વર્ષની ઉંમરથી અભિનય કરી રહ્યા છે અને મારા માતા પણ. તેઓ લોકોના ફેસ રીડ કરી શકે છે. ડૉક્ટરો અને મનોવૈજ્ઞાનિકો કરતા વધુ સારી રીતે. તેઓ માનવી તરીકે વધુ સ્વયંસ્ફુરિત બની ગયા છે. તેઓ ઉંમર સાથે નરમ પડયા છે.
Related Articles
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે પડી, વિવાદ વકરતા હાથ જોડીને માફી માંગી!
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સ...
Dec 02, 2025
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હેમામાલિનીએ જણાવ્યું ઉતાવળમાં ધર્મેન્દ્રની અંત્યેષ્ટિ કરવાનું કારણ
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હે...
Dec 01, 2025
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આધારિત હશે
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આ...
Nov 29, 2025
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દીકરીઓની ગેરહાજરીની ચર્ચા
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દ...
Nov 29, 2025
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના પરિવારને વાંધો
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના...
Nov 29, 2025
Trending NEWS
ડૉલર સામે રૂપિયો 90.41ના નવા ઓલ ટાઈમ લૉ લેવલ પર પહ...
04 December, 2025
ગુજરાતી સહિતના ભારતીયોની થૂંકવાની ટેવથી બ્રિટિશરો...
04 December, 2025
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ્વારા ધરપક...
04 December, 2025
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષન...
04 December, 2025
દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓ...
03 December, 2025
હાર્દિક પંડ્યા અને ગિલની ટીમમાં વાપસી; સૂર્યકુમાર...
03 December, 2025
IND vs SA | ઋતુરાજ ગાયકવાડની વનડે કરિયરની પ્રથમ સદ...
03 December, 2025
પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની...
03 December, 2025
બુધવારે લાલ નિશાનમાં શેરબજારની શરૂઆત, સેન્સેક્સ 24...
03 December, 2025
Varanasiમાં કાર્યક્રમ દરમિયાન CM યોગીની સુરક્ષામાં...
03 December, 2025