ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી
September 11, 2026
ગુજરાતમાં ચોમાસાનો વધુ એક સક્રિય રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યભરમાં ગાજવીજ સાથે વ્યાપક વરસાદની સંભાવના છે. ખાસ કરીને 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, જેને પગલે તંત્ર દ્વારા ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગના બુલેટિન મુજબ, ઉત્તર બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે.
10 અને 11 સપ્ટેમ્બરે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ બાદ 12 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેવા કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ પડશે. દમણમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
13 સપ્ટેમ્બર: ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અને સમગ્ર રાજ્યમાં થંડરસ્ટોર્મ વોર્નિંગ
13 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓ માટે ગાજવીજ સાથે વરસાદનું યેલો એલર્ટ આપ્યું છે.
ઓરેન્જ એલર્ટ: ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા અને નગર હવેલી.
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026