દેશના વિદેશી હૂંડિયામણ ભંડોળની ઊંચી કૂદ; 4.758 અબજ ડોલરનો વધારો

March 01, 2025

ભારતના વિદેશી મુદ્રા ભંડોળમાં ઉછાળો આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે આ અંગેની નવીનતમ માહિતી જાહેર કરી હતી. 21 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર US $ 4.758 બિલિયન વધીને US $ 640.479 બિલિયન થયું છે. છેલ્લા સપ્તાહમાં, કુલ અનામત US$2.54 બિલિયન ઘટીને US$635.721 બિલિયન થયું હતું,

આરબીઆઇના અહેવાલ અનુસાર, વિદેશી વિનિમય બજારના હસ્તક્ષેપ તેમજ રૂપિયામાં અસ્થિરતાને ઘટાડવામાં મદદ કરવા માટે કેન્દ્રીય બેંક દ્વારા પુનઃમૂલ્યાંકનને કારણે છેલ્લાં કેટલાંક સપ્તાહોથી ભંડોળમાં ઘટાડો થઈ રહ્યો છે. 

સપ્ટેમ્બર 2024 ના અંતે, વિદેશી મુદ્રા ભંડોળ વધીને US $ 704.885 બિલિયનની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. તાજેતરના ડેટા અનુસાર, 21 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, વિદેશી ચલણની અસ્કયામતો, જે અનામતનો મુખ્ય ઘટક છે, US$4.251 બિલિયન વધીને US$543.843 બિલિયન થઈ ગઈ છે.