હુમા કુરેશી પણ નવલકથા લેખક બની ગઈ, પહેલી બૂક લોન્ચ
December 05, 2023

મુંબઇ : અભિનેત્રી હુમા કુરેશી પણ નવલકથાકાર બની ગઈ છે. તેની પહેલી નોવેલ 'ઝેબા એન એક્સીડેન્ટલ સુપર હીરો' બેંગ્લુરુના લિટરેચર ફેસ્ટિવલમાં લોન્ચ કરાઈ હતી. હુમાના જણાવ્યા અનુસાર પોતે ૧૯૯૨ અને ૨૦૧૯ સુધીના કાળખંડને આવરી લેતી વાર્તા રચી છે. આ વાર્તામાં એક કાલ્પનિક સામ્રાજ્ય અને અને તેના દુષ્ટ રાજાની વાત છે. જેનો સામનો કરવા મહાશક્તિઓ ધરાવતી એક યુવતી ઝેબા હિંમત કરે છે. હુમાના જણાવ્યા અનુસાર કોરોના લોકડાઉન વખતે ફુરસદના સમયે પોતે આ નોવેલ લખવી શરુ કરી હતી. રોજ સવારે તે ચોક્કસ સમયે લખવા બેસી હતી. બોલીવૂડમાં તાજેતરની પેઢીમાં અભિનયની સાથે રાઇટિંગ તરફ વળી હોય તેવી હુમા બીજી અભિનેત્રી છે. ટ્વિંકલ ખન્ના દેશની બહુ જાણીતી કોલમિસ્ટ અને લેખક બની ચુકી છે. ખાસ કરીને તેની હાસ્ય વ્યંગની ક્ષમતાઓથી ભલભલા ધુરંધર લેખકો પણ અચંબો અનુભવી રહ્યા છે. તાજેતરમાં ટ્વિંકલનું નવું પુસ્તક લોન્ચ થયું હતું.
Related Articles
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ વધાવ્યો, ભારતીય સૈન્યની બહાદુરીના કર્યા વખાણ
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ...
May 07, 2025
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ રાજન, જાણો હવે કેવી છે હાલત
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ...
May 06, 2025
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન્ટ્રી થઈ
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન...
May 03, 2025
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે રોમાન્ટિક ફિલ્મ કરશે
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે...
Apr 28, 2025
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે દેખાશે
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમ...
Apr 28, 2025
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટમ સોંગ કરશે
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટ...
Apr 26, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025