વાવાઝોડાએ કેનેડામાં તબાહી સર્જી : વીજળી ગુલ, વૃક્ષો ધરાશાઈ, મોટાપાયે નુકસાન

September 25, 2022

કેનેડામાં શનિવારે સવારે ત્રાટકેલા વાવાઝોડા ફિયોનાએ તબાહી સર્જી છે. વાવાઝોડાને કારણે પવનની ગતિ પણ ખૂબ જ ઝડપી હતી અને વાવાઝોડા સાથે પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ મોટા વૃક્ષો ધરાશાઈ થયા છે અને વીજ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. પૂર્વી કેનેડામાં પાંચ લારથીથી વધુ ઘરોએ વીજળી ગુલ થઈ ગઈ છે. વીજળી અને પાણી વિના લોકો પરેશાની ભોગવી રહ્યા છે.

કેનેડામાં આવેલા ભયંકર વાવાઝોડા હરિકેન ફિયોનાએ શનિવારે વહેલી સવારે લેન્ડફોલ કર્યું, જે સમગ્ર પૂર્વી કેનેડામાં ઝડપી પવન સાથે ભારે વરસાદ થયો અને પાંચ લાખ લોકોના ઘરમાં વીજળી ગુલ થઈ ગઈ. વાવાઝોડાને કારણે પ્યૂર્ટો રિકો અને ડોમિનિકન રિપબ્લિકમાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. કેનેડિયન હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે પૂર્વીય ગાઈસબોરો કાઉન્ટી, એનએસ પરથી વાવાઝોડું પસાર થયું હતું અને તેના કારણે ઝડપી પવન સાથે ભારે વરસાદ ત્રાટક્યો હતો.

વાવાઝોડામાં સમગ્ર પ્રદેશમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. કેટલાક ઇલેક્ટ્રિક વાયરો કાર અને ઘરો પર પણ પડ્યા, જેના કારણે પાવર કાપવામાં આવ્યો અને લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા. કેપ બ્રેટોન પ્રાદેશિક મ્યુનિસિપાલિટીના મેયર અને કાઉન્સિલ દ્વારા મોટાપાયે પાવર કટ, રોડ પર ટ્રાફિક જામ અને ઘરોને થયેલા નુકસાન વચ્ચે સ્થાનિક કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.

કેપ બ્રેટોન પ્રાદેશિક મ્યુનિસિપાલિટીના મેયર અમાન્ડા મૈકડૉગલે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે, ઘણા ઘરો પર મોટા અને જૂના વૃક્ષો પડ્યા છે, જેના કારણે ભારે નુકસાન થયું છે. અસંખ્ય ઘરોની છત, બારીઓ સંપૂર્ણપણે તૂટી ગઈ છે.