IPLના ઈતિહાસમાં હૈદરાબાદનો સૌથી વિસ્ફોટક ઇનિંગનો રેકોર્ડ

April 16, 2024

બેંગ્લોર : સનરાઈઝર્સ હૈદરાબાદે હજુ થોડા દિવસો પહેલા જ આ આઈપીએલમાં જ મુંબઈ સામે ૩ વિકેટે ૨૭૭ રન ફટકાર્યા હતા જે આઈપીએલના ઇતિહાસનો સર્વોચ્ચ સ્કોર બન્યો હતો. હવે હૈદરાબાદે જ તે રેકોર્ડ તોડતા બેંગ્લોર સામે ૩ વિકેટે ૨૮૭ રન ૨૦ ઓવરોમાં ઝૂડયા હતા. આ ઇનિંગમાં કુલ ૨૨ છગ્ગા ઝૂડાયા હતા જે પણ ઇનિંગમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ છે. હેડે ૨૪૮.૭૮ના સ્ટ્રાઈક રેટ સાથે ૪૧ બોલમાં ૯ ચોગ્ગા, ૮ છગ્ગા સાથે ૧૦૨, કલાસેને ૩૧ બોલમાં ૨૧૬.૧૨ના સ્ટ્રાઈક રેટ સાથે ૨ ચોગ્ગા અને ૭ છગ્ગાની મદદથી ૬૭ અને શમાદે ૩૭૦ના સ્ટ્રાઇક રેટ સાથે ૧૦ બોલમાં અણનમ ૩૭, ચાર ચોગ્ગા, ૩ છગ્ગા સાથે નોંધાવ્યા હતા. અભિષેક શર્માએ ૨ અને માર્કરામે પણ બે  છગ્ગા ફટકાર્યા હતા. આખરી પાંચ ઓવરોમાં હૈદરાબાદે ૮૨ રન ઝૂડયા હતા. હૈદરાબાદે બેંગ્લોરને તે પછી આસાનીથી પરાજય આપ્યો હતો. હૈદરાબાદે આઇપીએલમાં પોતાનો રેકોર્ડ તોડયો છે.