'હું ડરી જવાનો નથી...', અજમેર શરીફ દરગાહની નીચે મંદિર હોવાનો દાવો કરનારા વિષ્ણુ ગુપ્તાની ગાડી પર ફાયરિંગ

January 26, 2025

અજમેર દરગાહમાં મંદિર વિવાદથી જોડાયેલા મામલે અરજીકર્તા અને હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાની ગાડી પર ફાયરિંગની જાણકારી સામે આવી રહી છે. વિષ્ણુ ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે બે અજાણ્યા બદમાશોએ તેમની કાર પર ફાયરિંગ કર્યું. ઘટનાની જાણકારી મળ્યા બાદમાં એસપી સહિત ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા છે. 
હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું, 'હું દિલ્હી તરફ જઈ રહ્યો હતો. મે બાઈક પર 2 લોકોને જોયા અને જ્યારે મે ફાયરિંગનો અવાજ સાંભળ્યો, મે ડ્રાઈવરને કારની સ્પીડ વધારવા માટે કહ્યું. બાદમાં તે ભાગી ગયા. આ મને અજમેર દરગાહ મામલે આગળ વધવાથી રોકવા માટે એક ઘડાયેલું ષડયંત્ર છે. આ પહેલા પણ મને કેસ પાછો લેવાની ધમકીઓ મળી હતી. હું ડરવાનો નથી. અજમેરના એસપીએ કહ્યું કે 'તેમણે પોતાની કાર પર ફાયરિંગની ફરિયાદ આપી છે. અમે કેસની તપાસ કરી રહ્યાં છીએ.'