મને ચૂંટણી જીતવા માટે બેનર-પોસ્ટરની જરૂર નથી, મારું કામ બોલે છે: નીતિન ગડકરી

March 19, 2024

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કરી દીધુ છે કે, તેઓ ભાજપનો સાથે નહીં છોડશે. નીતિન ગડકરીએ જીતની ભવિષ્યવાણી કરતા કહ્યું કે, NDA આ વખતે 400નો આંકડો પાર કરશે અને પીએમ મોદી ફરીથી વડાપ્રધાન બનશે. બીજી તરફ નીતિન ગડકરીએ કહ્યું કે, તેમને ચૂંટણી જીતવા માટે બેનર-પોસ્ટરથી પ્રચાર કરવાની જરૂર નથી, કારણ કે, મારું કામ બોલે છે. તેમણે કહ્યું કે, મારા કામના કારણે લોકો માને જાણે છે. એટલા માટે હું મેન ટુ મેન કેમ્પેનિંગ કરીશ. નીતિન ગડકરીએ કહ્યું કે, 'હું જાતિવાદ અને સાંપ્રદાયિકતામાં નથી માનતો. આપણા વડાપ્રધાને કહ્યું છે કે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ. હું મારા ક્ષેત્રના તમામ લોકોને પરિવાર માનું છું. છેલ્લા 10 વર્ષમાં મેં જે કામ કર્યા છે તેનાથી લોકો મારું કામ પણ જાણે છે અને કામ પણ જાણે છે. તેથી મારે પોસ્ટર અને બેનરો દ્વારા પ્રચાર કરવાની જરૂર નથી. હું લોકો સાથે જોડાયેલો હોવાથી મતના બદલામાં મારે લોકોને કોઈ સેવા આપવાની જરૂર નથી. હું લોકો સાથે મુલાકાત કરીશ, લોકોના ઘરે જઈશ અને તેમના આશીર્વાદ લઈશ. હું હાઉસ ટૂ હાઉસ અને મેન ટુ મેન કેમ્પેઈન કરીશ. મને વિશ્વાસ છે કે હું સારા માર્જિનથી ચૂંટણી જીતીશ.
નાગપુરથી ત્રીજી વખત ચૂંટણી જીતવાના સવાલ પર નીતિન ગડકરીએ કહ્યું કે, 'નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાના છે એ નિશ્ચિત છે. બીજી વાત એ કે અમે 400નો આંકડો પાર કરવાના છીએ એ નક્કી છે અને હું પણ ચૂંટણી જીતવાનો છું એ નિશ્ચિત છે. સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવેલા વખાણના સવાલ પર નીતિન ગડકરીએ કહ્યું કે, મને પણ આશ્ચર્ય છે. કારણ કે સંસદમાં બધાએ મારો આભાર માન્યો હતો. કાયદાકીય અને નિયમો પ્રમાણે સારા કામ બધાના થવા જોઈએ અને ખોટા કામ કોઈના ન થવા જોઈએ. જે પણ લોકો મારી પાસે સમસ્યાઓ લઈને આવે છે, મેં દરેકના કામ કર્યા છે. પોતાના વ્યક્તિત્વ સાથે જોડાયેલા સવાલ પર નીતિન ગડકરીએ કહ્યું કે હું કેવો છું તેનું તમે વિશ્લેષણ કરી શકો છો. જે કોઈ પ્રશ્ન પૂછે છે તેમને હું નમ્રતાથી જવાબ આપું છું. જે સત્ય છે તે હું જણાવું છું. મને નથી લાગતું કે આમાં કોઈ સમસ્યા છે.