'હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું', મોતને થાપ આપનારા યુવકે વર્ણવી ઘટના
June 13, 2025
'1 વાગ્યે ત્યાથી નીકળી ગયો એટલે જીવ બચી ગયો ' દુર્ઘટનાના સમાચાર સાંભળીને પરિવાર ચિંતામાં મુકાયા હતો
અમદાવાદ : અમદાવાદ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ કોટાના એક પરિવારના હૃદયના ધબકારા વધારી દીધા હતા. અકસ્માત સમયે કોટાનો એક યુવાન પણ ત્યાં હાજર હતો. એર ઈન્ડિયાનું આ વિમાન જે બિલ્ડિંગ પર પડ્યું હતું, ત્યાથી માત્ર 20 મિનિટ પહેલા જ નીકળ્યો હતો આ યુવક. આ યુવક કોટોના દિગોડનો નિવાસી છે અને અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. દુર્ઘટનાના થોડા સમય પહેલા મયંક આ જ બિલ્ડિંગની કેન્ટિનમાંથી ભોજન લઈ રહ્યો હતો કે જ્યાં થોડા સમય પછી વિમાન ક્રેશ થયું હતું. પરંતુ માત્ર 20 મિનિટ પહેલા મયંક ત્યાથી નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો.
મયંકે કહ્યું કે, 'હું 12 જૂનના રોજ બપોરે 12.44 કલાકે મારા મિત્રો સાથે કેન્ટિનમાં જમવા માટે પહોચ્યો હતો. જમવાનું પતાવીને મારા મિત્રો સાથે 1 વાગ્યે ત્યાંથી નીકળીને હોસ્ટેલ પર આવી ગયો હતો. જેવો હું હોસ્ટેલ પર આવ્યો કે, થોડી જ વારમાં જોરદાર અવાજ સાથે ધમાકો થયો હતો. મેં બહાર જઈને જોયું તો ચારેય બાજુ ધુમાડો જ ધુમાડો હતો અને અફરા- તફરી મચેલી હતી. પછીથી ખબર પડી કે, જે બિલ્ડિંગમાં હું થોડીવાર પહેલા જમીને આવ્યો ત્યાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈને પડ્યું છે.'
મયંકે કહ્યું કે, 'આ જોઈને હું અને મારો મિત્ર સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયા. એવુ લાગ્યું કે, ભગવાને ફરી એકવાર નવુ જીવન આપ્યું છે. જો થોડીવાર ત્યા રહેતો તો આજે જીવતો ન હોત.' મયંકના પિતા કિશન સેને કહ્યું કે, જ્યારે આ દુર્ઘટનાના સમાચાર ટીવી પર આવવા લાગ્યા તો પરિવાર ચિંતામાં મુકાયો હતો. તરત મયંકને ફોન લગાવ્યો હતો, પરંતુ તેનો ફોન લાગતો નહોતો. જેથી આખો પરિવાર ચિંતામાં આવી ગયો હતો. પરંતુ થોડા સમય પછી મયંક સાથે ફોન પર વાત થઈ ત્યારે પરિવારને શાંતિના શ્વાસ લીધા હતા. અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
Related Articles
લાઇક્સ અને ફોલોઅર્સ ન વધ્યા તો ડિપ્રેશન! ગુજરાતમાં સોશિયલ મીડિયા 'વળગણ' ધરાવતા દર્દીની સંખ્યામાં 650 ટકાનો વધારો
લાઇક્સ અને ફોલોઅર્સ ન વધ્યા તો ડિપ્રેશન!...
Jun 30, 2026
સુરતમાં સૌથી વધુ 2.60 ઇંચ વરસાદ ખાબક્યો, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
સુરતમાં સૌથી વધુ 2.60 ઇંચ વરસાદ ખાબક્યો,...
Jun 30, 2026
સુરત નાસીરનગર મેગા ડિમોલિશન: કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત
સુરત નાસીરનગર મેગા ડિમોલિશન: કોઈ પણ સત્ત...
Jun 29, 2026
કચ્છના વાગડમાં 6ની તીવ્રતાના ભૂકંપની આશંકા : પેટાળમાં તણાવ વધતા વિસ્તારને અતિ જોખમી ક્ષેત્ર જાહેર કરાયો
કચ્છના વાગડમાં 6ની તીવ્રતાના ભૂકંપની આશં...
Jun 29, 2026
16 જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રા પૂર્વે 108 કળશના પવિત્ર જળથી થશે ભગવાનનો જળાભિષેક, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
16 જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રા પૂર્વે...
Jun 29, 2026
મોરબી ખેડૂત આંદોલન: ચર્ચા માટે કલેકટરના આમંત્રણ બાદ પણ મડાગાંઠ યથાવત
મોરબી ખેડૂત આંદોલન: ચર્ચા માટે કલેકટરના...
Jun 28, 2026
Trending NEWS
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026