જો અમેરિકા યુદ્ધ શરૂ કરશે તો આ વખતે આ એક ક્ષેત્રીય યુદ્ધ થશે ઃ ઈરાક
February 01, 2026
અમેરિકાએ અરબ સાગરમાં યુદ્ધજહાજો તહેનાત કરતા ખામેનેઈ નારાજ, અમે હુમલો કરવા માંગતા નથી : ખામેનેઈ
ન્યુ યોર્ક : અમેરિકા-ઈરાન વચ્ચે દિવસે ને દિવસે વિવાદ વધારો થઈ રહ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય કાર્યવાહીનો નિર્ણય કર્યા બાદ ઈરાનના સર્વોચ્ચ નેતા સૈયદ અલી હુસૈની ખામેનેઈ આક્રમક બની ગયા છે. ટ્રમ્પે તાજેતરમાં જ ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી છે, જેના કારણે ખામેનેઈએ વળતો જવાબ આપી ટ્રમ્પને ધમકી આપી છે કે, જો અમેરિકા કોઈપણ હુમલો કરશે તો તેમના કારણે મધ્ય-પૂર્વમાં નવા યુદ્ધની શરૂઆત થશે.’ ઈરાનની ધમકીના કારણે હવે બંને દેશો વચ્ચે તણાવમાં વધારો થયો છે.
વાસ્તવમાં ઈરાનમાં વ્યાપક હિંસાઓમાં અનેક લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવતા અમેરિકાને વાંધો પડ્યો છે. આ ઉપરાંત ઈરાન પરમાણુ કાર્યક્રમ કામ કરતું હોવાની ડોનાલ્ડ ટ્રમ્પને આશંકા છે, જેના કારણે અમેરિકાએ ઈરાન પર હુમલો કરવાની યોજના ઘડી કાઢી હોય તેમ, અરબ સાગરમાં અબ્રાહ્મ લિંકન સહિતના યુદ્ધજહાજ તહેનાત કર્યા છે. ત્યારે આ જ ઘટનાક્રમ વચ્ચે ખામેનેઈએ ટ્રમ્પને ધમકી આપી છે. મીડિયા રિપોર્ટમાં ખામેનેઈને ટાંકીને કહેવાયું છે કે, અમેરિકાને ખબર હોવી જોઈએ કે, જો તેઓ યુદ્ધ શરૂ કરશે તો આ વખતે આ એક ક્ષેત્રીય યુદ્ધ થશે. અમે ઉશ્કેરવા માંગતા નથી અને અમે કોઈ દેશ પર હુમલો પણ કરવા માંગતા નથી. પરંતુ જો અમારા દેશ પર કોઈ હુમલો કરશે તો અમે તેમને ભયાનક જવાબ આપીશું.’
હાલ ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધની તૈયારી, શાબ્દિક પ્રહાર અને ધમકીઓનો દોર ચાલી રહ્યો છે, જોકે આ તમામ ઘટનાક્રમ વચ્ચે એ સ્પષ્ટ નથી કે, અમેરિકા ઈરાન પર હુમલો કરશે કે નહીં. ટ્રમ્પ વારંવાર કહે છે કે, ઈરાન અમેરિકા સાથે વાતચીત કરવા માંગે છે. એટલું જ નહીં ટ્રમ્પે તહેરાનના પરમાણુ કાર્યક્રમના મુદ્દે પણ ચર્ચાની વાત કહી છે.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026