મુંબઈમાં પ્રદૂષણ ઘટાડો નહીં તો સુધરાઈ કમિશનરનો પગાર અટકાવીશું: હાઈ કોર્ટ
January 24, 2026
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે આજે વાયુ પ્રદૂષણ ઘટાડવાના તેના આદેશોની અવગણના બદલ પાલિકાના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી અને નોંધ્યું હતું કે તેઓ પણ એ જ અશુદ્ધ હવા શ્વાસમાં લઈ રહ્યા છે અને કોઈ પરગ્રહ પર નથી રહેતા. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને ન્યાયાધીશ સુમન શ્યામની બેન્ચે મુંબઈ અને નવી મુંબઈ સુધરાઈના કમિશનરોને ચેતવણી આપી હતી કે જો તેઓ કોર્ટના આદેશોનું પાલન કરવામાં તથા વાયુ પ્રદૂષણ સુધારવાનાં પગલાં લેવામાં નિષ્ફળ જશે તો તેમનો પગાર અટકાવી દેવાશે.
વર્ષ 2023માં કોર્ટે વધતા વાયુ પ્રદૂષણ અંગે આપમેળે નોંધ લીધી હતી અને નાગરિક સંસ્થાઓ અને અન્ય સત્તાવાળાઓને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે પગલાં લેવા માટે અનેક નિર્દેશો આપ્યા હતા. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલ એસ. યુ. કામદારે કોર્ટને જણાવ્યું હતું કે સુધરાઈઓએ અનેક બાંધકામ સ્થળોએ કામ બંધ કરવાની નોટિસ જારી કરી છે અને 600 સ્થળોએ જ્યાં હવા ગુણવત્તા મોનિટરની જરૂર હતી, તેમાંથી લગભગ 400 સ્થળોએ ઉપકરણો સ્થાપિત કરવામાં આવ્યાં છે.
જોકે, હાઈ કોર્ટ આ રજૂઆતથી સંતોષ થયો નહોતો અને તેમણે નિર્દેશ કર્યો હતો કે આ બધી પ્રદૂષણ વિરોધી કાર્યવાહી ફક્ત કોર્ટના આદેશો અનુસાર જ કરવામાં આવી હતી. તમે આટલાં વર્ષો શું કરી રહ્યા હતા? અમે દર વખતે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અહીં નથી બેઠા. મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવવાનું કોર્ટનું કામ નથી, એમ પણ અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026