ધનતેરસ પર સોનું-ચાંદી ના ખરીદી શકો તો લઈ વાઓ આ વસ્તુઓ, લક્ષ્મીજી-ગણેશજીના મળશે આશીર્વાદ
October 14, 2025
હિન્દુ પંચાંગ પ્રમાણે ધનતેરસનો તહેવાર કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ, કુબેર અને ભગવાન ધનવંતરીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા, તેથી તેને ધનતેરસ અથવા ધનત્રયોદશી કહેવામાં આવે છે.
આ પણ વાંચો: ધનતેરસે કઈ વસ્તુ ખરીદવી અતિશુભ? દિવાળી પર રંગોળીનું શું છે મહત્ત્વ? જાણો 4 સવાલોના જવાબ
આ દિવસે મૃત્યુના દેવતા યમરાજ માટે ઘરની બહાર દીવો પ્રગટાવવામાં આવે છે, જેને યમદીપક કહેવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબર, શનિવારના રોજ મનાવવામાં આવશે. એવી માન્યતા છે કે, ધનતેરસ પર શુભ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે. તો ચાલો તે વસ્તુઓ વિશે જાણીએ.
ધનતેરસ પર આ સસ્તી વસ્તુઓ ખરીદવી જ જોઈએ
લોકો ઘણીવાર ધનતેરસ પર સોનું, ચાંદી, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ધનતેરસ પર કેટલીક સસ્તી વસ્તુઓ ખરીદવી સૌથી શુભ માનવામાં આવે છે? ચાલો તેમના વિશે જાણીએ.
1. સાવરણી
ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાવરણી દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે તે ઘરમાંથી નકારાત્મકતા અને દરિદ્રતા દૂર કરે છે. એવું કહેવાય છે કે આ દિવસે નવી સાવરણી ખરીદવાથી ઘરમાં પવિત્રતા, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.
2. લક્ષ્મી ચરણ
ધનતેરસના દિવસે ઘરમાં લક્ષ્મીજીના ચરણ લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં લક્ષ્મી ચરણની રાખવાછી નાણાકીય સમસ્યાઓ થાય છે અને દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે.
3. લક્ષ્મી-ગણેશની મૂર્તિ
ધનતેરસના દિવસે માટીની લક્ષ્મી-ગણેશની મૂર્તિ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મૂર્તિ ઘરમાં સુખ- સમૃદ્ધિ લાવે છે, અને દિવાળી પૂજા દરમિયાન તેમને સ્થાપિત કરવાથી તમામ મુશ્કેલીો દૂર થાય છે.
4. ધાણાના બીજ
ધનતેરસના દિવસે આખા ધાણા ખરીદવા પણ શુભ માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો માત્ર 5 રૂપિયામાં ધાણા પણ ખરીદી શકો છો. એવું માનવામાં આવે છે કે પૂજા રૂમમાં રાખવાથી આર્થિક તંગી દૂર થાય છે. દિવાળી પૂજાના દિવસે દેવી લક્ષ્મીને આ બીજ અર્પણ કરવાથી ધન વૃદ્ધિની શક્યતા રહે છે.
Related Articles
મકરસંક્રાંતિ 2026: 23 વર્ષ બાદ સર્જાશે 'મહાસંયોગ', જાણો દાન માટેના શુભ મુહૂર્ત
મકરસંક્રાંતિ 2026: 23 વર્ષ બાદ સર્જાશે '...
Jan 07, 2026
મંગળના ગોચરથી નવા વર્ષની શરૂઆત થશે! 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
મંગળના ગોચરથી નવા વર્ષની શરૂઆત થશે! 3 રા...
Dec 31, 2025
2026માં શનિ નક્ષત્ર પરિવર્તન કરશે, 5 રાશિના જાતકો માટે ખુલશે સફળતાના દ્વાર
2026માં શનિ નક્ષત્ર પરિવર્તન કરશે, 5 રાશ...
Dec 29, 2025
નવા વર્ષે પાપી ગ્રહ રાહુ બદલશે ચાલ, આ રાશિના જાતકોની મુશ્કેલીઓ દૂર થશે!
નવા વર્ષે પાપી ગ્રહ રાહુ બદલશે ચાલ, આ રા...
Dec 27, 2025
બુધ દેવ બનાવશે માલામાલ! કુંભ સહિત 5 રાશિના જાતકો માટે ખુલશે કમાણીના નવા રસ્તા
બુધ દેવ બનાવશે માલામાલ! કુંભ સહિત 5 રાશિ...
Dec 22, 2025
નવા વર્ષે મહાલક્ષ્મી રાજયોગ બનતા આ રાશિના જાતકોના ભાગ્યમાં ઘણું બધું બદલાઈ જશે!
નવા વર્ષે મહાલક્ષ્મી રાજયોગ બનતા આ રાશિન...
Dec 20, 2025
Trending NEWS
11 January, 2026
11 January, 2026
11 January, 2026
11 January, 2026
11 January, 2026
11 January, 2026
11 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026