અમારા નિયમો પાળવા ન હોય તો ભારત છોડી દો : સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર
February 03, 2026
સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ તથા તેની પેરેન્ટ કંપની મેટાની ઝાટકણી કાઢી છે. 2021ની પ્રાઈવસી પોલિસી મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. જેમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલે દલીલ આપી કે વોટ્સેપની પ્રાઈવસી પોલિસી શોષણકારી છે. વોટ્સએપ યુઝરનો ડેટા શેર કરે છે અને તેનો ઉપયોગ કરી કમાણી પણ કરે છે.
CJI સૂર્યકાંતે કડક શબ્દોમાં મેટા અને વોટ્સએપને ફટકાર લગાવતા કહ્યું કે, જો તમે અમારા બંધારણનું પાલન ન કરી શકતા હોવ તો ભારત છોડીને ચાલતી પકડો. અમે ભારતના કોઈ પણ નાગરિકની પ્રાઈવસી જોખમમાં ના મૂકી શકીએ. તેમણે વધુમાં કહ્યું કે, કોઈ વૃદ્ધ મહિલા, રસ્તા કિનારે વેપાર કરતી વ્યક્તિ કે પછી માત્ર તમિલ આવડતું હોય તેવા લોકો તમારી પોલિસી કેવી રીતે સમજી શકે? CJIએ વોટ્સએપને કડક શબ્દોમાં કહ્યું કે, તમે અહીં સર્વિસ આપવા માટે છો, લોકોનો ડેટા ભેગો કરી શેર કરવા માટે નહીં. અમને પણ તમારી પોલિસી સમજવામાં સમસ્યા આવે છે તો બિહારના ગામમાં રહેતા લોકોને શું સમજાશે? ડૉક્ટર વોટ્સેપમાં ત્રણ દવા લખીને આપે તો 5 મિનિટમાં દવાની જાહેરાતો ફોનમાં દેખાવવા લાગે છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026