Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

ટ્રેન કે રેલવેના પાટા પર રીલ બનાવી તો ગયા સમજો! તાત્કાલિક કેસ દાખલ થશે, નવા દિશા-નિર્દેશ

November 16, 2024

ટ્રેન કે રેલવેના પાટા પર રીલ બનાવનારા હવે સાવધાન થઈ જજો. જો આ જગ્યાઓ પર રીલ બનાવતી વખતે સુરક્ષાનું જોખમ ઉત્પન્ન કર્યું તો FIR દાખલ કરવામાં આવશે. રેલવે બોર્ડે આ સંદર્ભે પોતાના તમામ ઝોનને નિર્દેશ આપી દીધો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો રીલ બનાવનારા સુરક્ષિત રેલવે કામગીરી માટે ખતરો ઊભો કરે છે અથવા કોચ અથવા રેલવે પરિસરમાં યાત્રીઓ માટે અસુવિધાનું કારણ બને છે તો તેમની સામે FIR નોંધવામાં આવશે. રેલવે બોર્ડના આ દિશા-નિર્દેશ તાજેતરમાં કેટલાક એવા કિસ્સાઓ સામે આવ્યા બાદ આવી છે, જેમાં ખાસ કરીને યુવાનોએ પોતાના મોબાઇલ ફોનથી રેલવે ટ્રેક પર અને ચાલતી ટ્રેનોમાં સ્ટંટ કરતાં વીડિયો બનાવવામાં રેલવે સુરક્ષા સાથે ચેડાં કર્યા છે. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 'લોકો રીલ બનાવવામાં તમામ હદો વટાવી ચૂક્યા છે. તેઓ ન માત્ર પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે પરંતુ રેલવે ટ્રેક પર વસ્તુઓ મૂકીને અથવા વાહનો ચલાવીને અથવા ચાલતી ટ્રેનોમાં ખતરનાક સ્ટંટ કરીને સેંકડો મુસાફરોની સુરક્ષાને પણ જોખમમાં મૂકે છે.' એવા ઘણા વીડિયો પ્રસારિત કરવામાં આવ્યા છે જેમાં બતાવવામાં આવ્યું છે કે લોકો સેલ્ફી લેતી વખતે ટ્રેનની નજીક જતા રહ્યા હતા, જેના કારણે તેમનું મોત થયું હતું. ટ્રેનની અડફેટે આવતાં ઘણા લોકોએ ઘટનાસ્થળ પર જીવ ગુમાવી દીધો હતો. રેલવે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રાજકીય રેલવે પોલીસ (GRP)ને નિયમોનું ઉલ્લંઘન કરીને રીલ બનાવનારાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવા માટે કહેવામાં આવ્યું છે. ભારતીય રેલવે જણાવ્યું  કે, તે સમગ્ર દેશમાં દસ હજાર રેલ એન્જિનો અને 14,375થી વધુ રૂટ કિલોમીટર (RKM) ટ્રેક પર અદ્યતન કવચ 4.0 ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમની લગાવવામાં તેજી લાવી રહ્યું છેં. ભારતીય રેલવેનું લક્ષ્ય 2030 સુધીમાં તમામ મુખ્ય માર્ગો પર કવચને ઝડપથી અમલમાં મૂકવાનું છે.