ઈમરાન ખાનનો ગંભીર આરોપ- PTI મહિલા કાર્યકરો પર થઈ રહ્યા છે બળાત્કાર

May 30, 2023

પાકિસ્તાનમાં 9મી મેના રોજ થયેલી હિંસા બાદ સરકાર અને સેના મળીને ઈમરાન ખાન અને પીટીઆઈ કાર્યકરો પર કડકાઈ વર્તી રહી છે પરંતુ હવે પાકિસ્તાનમાં પીટીઆઈ મહિલા કાર્યકરો સાથે રેપ જેવી જઘન્ય  ખબરો પણ સામે આવી રહી છે. આ ગંભીર આરોપ ઈમરાન ખાને પોતે પાકિસ્તાન સરકાર પર લગાવ્યો છે. આ અગાઉ પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે આરોપ લગાવ્યો હતો કે ઈમરાન ખાનની પાર્ટી સરકારને બદનામ કરવા માટે મહિલા કાર્યકરો સાથે રેપ જેવા ષડયંત્રોનો ઉપયોગ કરી શકે છે. હાલ પીટીઆઈની મહિલા કાર્યકરોના ઉત્પીડનની ખબરોથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. 


બીજી બાજુ પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું કે ગુપ્તચર એજન્સીઓએ એક વાતચીત પકડી છે જેમાં પીટીઆઈના કોઈ જાણીતા કાર્યકરના ઘરે ફાયરિંગ કે રેપનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું. આ સાથે જ એક બીજો ડ્રામા એ પણ ચાલી રહ્યો હતો કે રેપ એક્ટ કરવામાં આવે એટલે કે એક્ચ્યુઅલ રેપ એક્ટ કરવામાં આવે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં હાલ પીટીઆઈની મહિલા કાર્યકરો અને નેતાઓની સાથે રેપ અને ગેરવર્તણૂંકના મામલાઓ પર ચર્ચા ચાલુ છે. પાકિસ્તાનની અનેક જાણીતી મહિલા નેતાઓએ પણ ગેરવર્તણૂંકના આરોપ લગાવ્યા હતા. પરંતુ હવે રેપના અહેવાલોથી પાકિસ્તાનમાં રાજકારણું સૌથી નીચલું સ્તર જોવા મળી રહ્યું છે. 

રાણા સનાઉલ્લાહનું કહેવું છે કે વાતચીત પકડાઈ તેમાં પીટીઆઈના કોઈ જાણીતા કાર્યકરના ઘરે ફાયરિંગ કે રેપનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું જેને મીડિયામાં માનવાધિકારના મામલા તરીકે ઉછાળી શકાય. ખતરો હતો કે ખોરી દાનત પર આજે જ અમલ થશેએટલે કોમને આજે જ જણાવી દીધુ. ઈમરાન ખાન પોતાની પાર્ટીના મહિલા કાર્યકરોના સહારે સરકારને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે.