2025માં આ પાંચ રાશિના જાતકોના લગ્નમાં આવતી અડચણો થશે દૂર, મનપસંદ જીવનસાથી મળવાના યોગ

December 17, 2024

: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નવા વર્ષ 2025માં જે લોકો રિલેશનશિપમાં છે તેમના પોતાની પસંદની વ્યક્તિ સાથે લગ્ન થઈ શકે છે. સિંગલ લોકો માટે પણ લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે, જેના કારણે સમાજમાં તેમનું સ્ટેટસ ચેન્જ થઈને મેરિડ થઈ જશે. શરણાઈ વાગવાથી ઘરમાં ખુશી ફેલાશે અને તમે સુખનો અનુભવ કરશો. વર્ષ 2025માં પાંચ રાશિના જાતકો માટે લગ્નના યોગ બની બની રહ્યા છે.

વૃશ્ચિક રાશિ

વર્ષ 2025 તમારા માટે ખૂબ જ સુખદ રહેશે. શનિ અને ગુરુની કૃપાથી કુંડળીમાં સ્થિતિ તમારા પક્ષમાં બનવાનું શરુ થશે અને અને ઘણી જગ્યાએ રિજેક્શનનો સામનો કર્યા બાદ અંતે તમારા લગ્નની વાત બની જશે. તમારા લગ્ન નક્કી થવાથી તમારા માતા-પિતા ખુશીનો અનુભવ કરશે.

વૃષભ રાશિ

જે લોકો યોગ્ય જીવનસાથીની શોધમાં લાંબા સમયથી એકલા જીવન જીવી રહ્યા છે તેમના માટે નવું વર્ષ ખુશીઓ લઈને આવશે. તમારી તલાશ પૂર્ણ થઈ શકે છે અને મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન થઈ શકે છે. લિવ-ઇનમાં રહેતા લોકો પણ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

મકર રાશિ

જો તમે કોઈને મનોમન પ્રેમ કરો છો, તો તમે નવા વર્ષમાં તમારી લાગણી તેની સમક્ષ વ્યક્ત કરી શકશો. શરુઆતમાં થોડી મુશ્કેલી બાદ અંતે વાત બની જશે અને વાત લગ્ન સુધી પહોંચશે. તમને તમારા પરિવારનો સંપૂર્ણ સાથ મળશે અને સુખી સમય પસાર કરશો.

સિંહ રાશિ

આ રાશિના જાતકો માટે વર્ષ 2025માં લગ્નના પ્રબળ યોગ બની રહ્યા છે. તમારા કોઈ દૂરના સબંધી દ્વારા તમારા લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. જે લોકો પહેલાથી જ રિલેશનશિપમાં છે તેઓ પણ પોતાના સંબંધોને આગળ વધારીને લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. તમારો સાથી પણ તમને ખૂબ પ્રેમ કરનારો મળશે.