અંબાજીમાં નડિયાદના માઇભક્તે માં અંબાના ચરણોમાં 100 ગ્રામ સોનાનો હાર અને બુટ્ટી ભેટ ધરી

January 20, 2025

યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા માટે શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોનાનું દાન કરવા માટે માઇભક્તો ટહેલ કરવામાં આવેલ છે. જ્યાં શ્રદ્ધાળુઓ દ્વારા સોનાનું દાન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રવિવારના રોજ માં અંબાના ચરણોમાં 100 ગ્રામ સોનાનો હાર અને બુટ્ટી અર્પણ કરી હતી.

આ અંગે મંદિર ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું કે, નડિયાદના નિવૃત શિક્ષક મધુકર રત્નાકર કુલકર્ણી તેમના પરિવાર સાથે અંબાજી આવ્યા હતા અને દાન આપ્યું હતું. સાથે સાથે મંદિરમાં નવચંડી યજ્ઞ અને ધજા પણ અર્પણ કરી હતી. તેમણે સહ પરિવાર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.