બનાસકાંઠામાં પત્નીએ જ પતિને ઉતાર્યો મોતને ઘાટ, હત્યાને આત્મહત્યામાં બદલવા રચ્યું ષડ્યંત્ર
December 27, 2024

બનાસકાંઠા : બનાસકાંઠામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાત જન્મ સુધી સાથ આપવાના વચન આપનાર પત્નીએ જ પતિની હત્યા કરી દીધી હતી. જોકે, પહેલાં પત્નીએ આ હત્યાને અકસ્માતમાં બદલવાનું કાવતરૂ ઘડ્યું હતું. જોકે, પોલીસ તપાસમાં સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો. પોલીસે હત્યા કરનાર પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના વડગામ તાલુકનામાં વસુ ગામમાં શ્રવણજી ઠાકોર નામની વ્યક્તિએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જેથી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તુપાસ હાથ ધરી હતી.
બાદમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, શ્રવણજી ઠાકોરના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા અને ગળે ટૂંપો આપી મોત નિપજ્યુ હતું. રિપોર્ટ સામે આવતા લોકલ પોલીસ, એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વૉડની અલગ-અલગ સાત ટીમ બનાવી હત્યારાને પકડવા માટે તપાસ શરૂ કરી. બાદમાં 15 દિવસ બાદ પોલીસ તપાસમાં સફળ થઈ અને હત્યારાનો ખુલાસો થયો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પોલીસને જ્યારે હત્યાની જાણ થઈ ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ પૂછપરછમાં ભાંગી પડેલી શ્રવણજી ઠાકોરની પત્ની રેખા ઠાકોરે કબૂલાત કરી કે, રોજ-રોજના ઝઘડા અને ઘર કંકાશથી હું કંટાળી ગઈ હતી. જેના કારણે પહેલાં પતિને માથાના ભાગે દાતરડાથી વાર કર્યો અને બાદમાં બેભાન થઈ જતાં ખાટલાની દોરી વડે ગળે ટૂંપો આપી હત્યાને અંજામ આપ્યો હતો.
Related Articles
માર્ચમાં મે મહિના જેવી ગરમી : આજે પણ આકાશમાંથી આગ વરસશે, હવામાન વિભાગની આગાહી
માર્ચમાં મે મહિના જેવી ગરમી : આજે પણ આકા...
Mar 12, 2025
ગુજરાતને શર્મસાર કરતી ઘટના: તાંત્રિક વિધિના નામે 5 વર્ષની બાળકીની હત્યા
ગુજરાતને શર્મસાર કરતી ઘટના: તાંત્રિક વિધ...
Mar 10, 2025
વડોદરા નજીક ઓર સંગ નદીમાં મગરે વધુ એક ગ્રામજનનો શિકાર કર્યો
વડોદરા નજીક ઓર સંગ નદીમાં મગરે વધુ એક ગ્...
Mar 10, 2025
સુરત સરકારની શેરબજારમાં એન્ટ્રી, SMCના 200 કરોડનાં ગ્રીન બોન્ડને મળી મંજૂરી
સુરત સરકારની શેરબજારમાં એન્ટ્રી, SMCના 2...
Mar 10, 2025
ગુજરાતમાં કેટલાક કોંગ્રેસીઓ ભાજપ સાથે મળેલા, કાઢવા પડે તો કાઢી નાંખીશું: રાહુલ ગાંધી
ગુજરાતમાં કેટલાક કોંગ્રેસીઓ ભાજપ સાથે મળ...
Mar 08, 2025
Trending NEWS

12 March, 2025

12 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025