મહાકુંભમાં બે દિવસમાં 11 ભક્તોને હાર્ટઍટેક, ડૉક્ટર્સે ઠંડીથી બચવા સાવચેતી રાખવા આપી સલાહ
January 13, 2025

પ્રયાગરાજમાં આજથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં છેલ્લા બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ અટેક આવ્યા હતા. જેમાં છ દર્દીઓને મેળામાં પરેડ મેદાન પર ઉપસ્થિત કેન્દ્રીય હોસ્પિટલમાં અને પાંચ દર્દીઓને સેક્ટર-20ની સબ સેન્ટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કુલ 11માંથી નવ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે બે દર્દીઓની સ્થિતિ ગંભીર બનતાં તેમને એસઆરએન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રવિવારે મેળામાં શરૂ કરેલા કેન્દ્રીય હોસ્પિટલની 10 બેડના આઈસીયુ વોર્ડ હાર્ટ અટેકના દર્દીઓથી ભરાઈ ગયું હતું. ડોક્ટર્સે હાર્ટ અટેક આવવા પાછળનું કારણ વરસાદ અને ઠંડી હોવાનું જણાવ્યું છે. તેમણે મહાકુંભમાં પવિત્ર સ્નાન કરતાં શ્રદ્ધાળુઓને સાવચેતીઓ રાખવા સલાહ આપી છે.
શરીરમાં નબળાઈ આવવી, થાક લાગવો અને ચક્કર આવવા.
હાથ-પગમાં ઝણઝણાટી થવી, ખભા, પીઠ, ગરદન તેમજ જડબામાં ખેંચાણ કે પીડા થવી.
ઉંઘ ન આવવી, ચિંતા, બેચેની થવી અને શ્વાસ લેવામાં તકલીફ.
ભૂખ ન લાગવી, યાદશક્તિ નબળી પડતી તેમજ ઠંડીમાં પણ ગરમી લાગવી.
ખાટ્ટો ઓડકાર, છાતીમાં બળતરા, કબજિયાતની તકલીફ.
ર્હદયના ધબકારા વધવા, શરીર જકડાઈ જવું.
છાવણી જનરલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે, વરસાદ અને ઠંડીના કારણે ખાસ સાવચેતી રાખો. મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુઓ પુણ્ય કમાવવાની સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. ગરમ કપડાં પહેરો. અચાનક નાહ્વા માટે ડુબકી ન લગાવો. હાર્ટ અટેકના કોઈપણ લક્ષણો જણાય તો તુરંત હેલ્થ કેમ્પની મુલાકાત લો.
Related Articles
બિહારમાં મહાગઠબંધને કર્યાં ચક્કાજામ, ટ્રેનો અટકાવી માર્ગો પર ટાયર બાળ્યાં
બિહારમાં મહાગઠબંધને કર્યાં ચક્કાજામ, ટ્ર...
Jul 09, 2025
પીએમ મોદીને મળ્યું બ્રાઝિલનું 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ' સર્વોચ્ચ સન્માન
પીએમ મોદીને મળ્યું બ્રાઝિલનું 'નેશનલ ઓર્...
Jul 09, 2025
ભારત સહિત અન્ય બ્રિક્સ દેશો પર વધુ 10 ટકા ટેરિફ લગાવવાની ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચેતવણી
ભારત સહિત અન્ય બ્રિક્સ દેશો પર વધુ 10 ટક...
Jul 09, 2025
પન્ના ટાઇગર રિઝર્વની સૌથી મોટી હાથણી 'વત્સલા'નું અવસાન
પન્ના ટાઇગર રિઝર્વની સૌથી મોટી હાથણી 'વત...
Jul 09, 2025
બ્રાઝિલથી રિન્યુએબલ એનર્જી-ડિજીટલ ટ્રાન્સફોર્મેશન પર કરાર
બ્રાઝિલથી રિન્યુએબલ એનર્જી-ડિજીટલ ટ્રાન્...
Jul 09, 2025
9 જુલાઈએ 'ભારત બંધ'નું એલાન: 25 કરોડ કર્મચારીઓએ બાંયો ચડાવી, બૅન્ક-પોસ્ટઓફિસ બંધ રાખવાની ચીમકી
9 જુલાઈએ 'ભારત બંધ'નું એલાન: 25 કરોડ કર્...
Jul 08, 2025
Trending NEWS

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025