વડોદરા નજીક ઓર સંગ નદીમાં મગરે વધુ એક ગ્રામજનનો શિકાર કર્યો
March 10, 2025
વડોદરા નજીક નદીમાં મગરો દ્વારા વારંવાર ગ્રામજનો ઉપર હુમલા કરવાના બનાવો બની રહ્યા છે ત્યારે વડોદરા નજીકથી પસાર થતી ઓરસંગ નદીમાં મગરે કરેલા હુમલામાં વધુ એક ગ્રામજનનું મોત નિપજયું છે. ચાણોદ નજીક સતીસણા મૂળ ડેડીયાપાડા ના વતની પાર્સિંગ ભાઈ વસાવા ગઈકાલે નમતી બપોરે ગામડી ગામે ઓરસંગ નદીમાં માછલી મારવા ઉતર્યા હતા એ દરમિયાન વગેરે તેમના પર હુમલો કર્યો હતો. બનાવને નજરે જોનારા લોકોએ બુમરાણ મચાવતાં ગ્રામજનો દોડી આવ્યા હતા પરંતુ પાર્સિંગ ભાઈનો કોઈ પત્તો જણાયો ન હતો. બનાવની જાણ ફોરેસ્ટ અને પોલીસ વિભાગને કરાતા ફાયર બ્રિગેડ અને એન ડી આર એફની મદદ લેવામાં આવી હતી. આખી રાત મહેનત કર્યા બાદ આજે સવારે મૃતકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા પોસ્ટ મોર્ટમ માટે તજવીજ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી પછી મગરીઓનો બ્રીડિંગ ટાઈમ હોવાથી લોકોને નદી કિનારે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
Related Articles
અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત
અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથ...
May 14, 2026
75 વર્ષ પૂર્ણ થતાં સોમનાથ મંદિરના અમૃત પર્વમાં વડાપ્રધાન મોદી સહભાગી થયા, 75 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો
75 વર્ષ પૂર્ણ થતાં સોમનાથ મંદિરના અમૃત પ...
May 11, 2026
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવા...
May 10, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રા...
May 09, 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમ...
May 09, 2026
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક...
May 09, 2026
Trending NEWS
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો
11 May, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20...
10 May, 2026