ફ્લેટ રિડેવલપમેન્ટના વળતર પર આવકવેરો વસૂલી શકાય નહીં: મુંબઈની ટ્રિબ્યુનલનો ચુકાદો

January 28, 2025

મુંબઈમાં એક શિક્ષિકાએ એપેલેટ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. શિક્ષિકાની આવક 2.7 લાખની છે પરંતુ તેમનો ફ્લેટ રિડેવલપમેન્ટ માટે જતાં તેમના બૅન્ક ખાતામાં બિલ્ડર તરફથી મળેલા 74 લાખ રૂપિયા પણ જમા હતા. આકારણી અધિકારીઓએ આ પૈસાને વેરા પાત્ર રકમમાં ઉમેરીને પેનલ્ટી ફટકારી હતી. જોકે હવે ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો છે કે ફ્લેટના રિડેવલપમેન્ટ પેટે આપવામાં આવેલા વળતરની રકમને વેરાને પાત્ર રકમ ગણી ન શકાય. થોડા મહિના પહેલાં મુંબઈ હાઈકોર્ટે પણ સંદર્ભમાં એક ચુકાદો આપીને જણાવ્યું હતું કે મકાનને રિડવેલપ કરનાર દ્વારા મકાન માલિકને આપવામાં આવતી રકમને હાર્ડશિપ એલાવન્સ એટલે કે મકાનના રિડવલપમેન્ટના ગાળા દરમિયાન તેને પડનારી તકલીફ માટેનું વળતર છે. આ વળતરને વેરાપાત્ર ગણી શકાય નહીં. બીજા શબ્દોમાં કહીએ તો આ મૂડી આવક નથી, તેથી તેના પર ટેક્સ વસૂલી ન શકાય. આ કેસમાં શિક્ષિકા સહિતના મધ્યમ વર્ગના લોકોએ બિલ્ડર સાથે તેમના મકાનના રિડેવલપમેન્ટના કરાર કર્યાં હતાં. આ કરારના જ ભાગ રૂપે મકાન માલિકોને બીજે રહેવા જવું પડ્યું હોવાથી તેમને પડનારી તકલીફ બદલ તેમને ભથ્થું આપવામાં આવ્યું હતું. આ વળતર થોડા વર્ષોના ગાળામાં ટૂકડે ટૂકડે આપવામાં આવ્યું હતું. પરંતુ આવકવેરા ખાતાના અધિકારીએ તેને કરદાતાની આવક ગણી લઈને તેના આધારે વેરાની આકારણી કરી નાંખી હતી. પરિણામે આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલે કરદાતાની હાઉસિંગ સોસાયટીએ બિલ્ડર સાથેના કરારની અવકોલન કર્યું હતું. આ અવલોકન કરતાં જણાયું હતું કે, તેને મળેલી રકમ ખરેખર રિડેવલપમેન્ટના ગાળામાં તેને અન્ય જગ્યાએ રહેવા જવા માટે આપવામાં આવેલી રકમ જ હતી. તેથી આ રકમને આવક તરીકે માની શકાય નહીં.