પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય
March 26, 2026
મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે ભારતના સામાન્ય માનવીના ખિસ્સા પર સીધો પ્રહાર કર્યો છે. દેશની સૌથી મોટી ખાનગી ફ્યુઅલ રિટેલર નયારા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો ઝીંક્યો છે. વૈશ્વિક સ્તરે એનર્જી સપ્લાય ચેઈન ખોરવાતા ભારતના અનેક શહેરોમાં ઈંધણના ભાવ હવે 100 રૂપિયાની સપાટી વટાવી ગયા છે.
નયારા એનર્જીના નિર્ણય બાદ કિંમતોમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 5.30 રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે ડીઝલમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. જેના પગલે અમદાવાદમાં હવે નાયરાના પેટ્રોલની આશરે કિંમત 99.65 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 93.07 રૂપિયા પ્રતિ લિટર રહેશે.
ગુરુવારના આંકડા મુજબ દેશના મુખ્ય શહેરોમાં ઈંધણના નવા ભાવ હવે લાગુ થશે. હૈદરાબાદમાં પેટ્રોલ 107.46 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 95.70 રૂપિયા થશે. મુંબઈ અને કોલકાતામાં પણ પેટ્રોલનો ભાવ ₹100 ની ઉપર પહોંચી ગયો છે.
ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની) લગભગ બંધ જેવી સ્થિતિમાં છે. અમેરિકા અને ઈરાન બંને એકબીજાના એનર્જી પ્લાન્ટ્સ પર હુમલા કરી રહ્યા હોવાથી વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાયો છે. જેના કારણે ભારતના અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. LPG સિલિન્ડર માટે પણ ડેપોની બહાર લોકો કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે. અસમ અને ગુવાહાટી જેવા વિસ્તારોમાં સોશિયલ મીડિયા પર અછતની અફવાઓને કારણે પેનિક બાયિંગશરૂ થઈ છે.
Related Articles
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026