IND vs SA : માર્કો યાન્સને ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, વિવિયન રિચર્ડ્સનો મહારેકોર્ડ તૂટ્યો

November 24, 2025

ગુવાહાટી ટેસ્ટ મેચમાં માર્કો યાન્સને 93 રનની શાનદાર ઈનિંગ રમી. 93 રનની ઈનિંગમાં માર્કો યાન્સને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. યાન્સન ભારત સામેની ટેસ્ટ મેચની ઈનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. પોતાની 93 રનની ઈનિંગમાં યાન્સને 7 છગ્ગા ફટકાર્યા હતા. માર્કોએ માત્ર 91 બોલનો સામનો કર્યો હતો. આ ઉપરાંત યાન્સન ભારત  સામેની ટેસ્ટ ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. માર્કો યાન્સને દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વિવયન રિચર્ડ્સે 1974માં દિલ્હી ટેસ્ટ મેચ દરમિયાન પોતાની એક ઈનિંગમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ વધુમાં માર્કો યાન્સન ટેસ્ટમાં ભારત સામે 9મા નંબર પર બેટિંગ કરીને સૌથી વધુ રન બનાવનાર ચોથો બેટ્સમેન છે. ભારત સામે સૌથી વધુ સ્કોર બનાવવા મામલે નંબર 1 પર ન્યુઝીલેન્ડના ઈયાન સ્મિથ છે, જેમણે 1990માં ભારત સામે ઓકલેન્ડ ટેસ્ટ મેચમાં 9મા નંબર પર બેટિંગ કરીને 173 રન બનાવ્યા હતા.તમને જણાવી દઈએ કે, ગુવાહાટી ટેસ્ટમાં યાન્સન ઉપરાંત સેનુરન મુથુસામીએ શાનદાર ઇનિંગ રમી અને 109 રન બનાવ્યા હતા. યાન્સન અને મુથુસામીની ઈનિંગના દમ પર દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં કુલ 489 રન બનાવ્યા. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી છે.