ભારતની પડખે આવ્યું અમેરિકા, કેનેડાના આરોપને લઈને વ્યક્ત કરી ચિંતા, ક્હ્યું ઘટનાની યોગ્ય તપાસ કરે

September 19, 2023

કેનેડા અને ભારતની વચ્ચે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાકાંડને લઈને ભારે કડવાશ આવી ચુકી છે. કેનેડાએ ખાલિસ્તાની આતંકીની હત્યા પાછળ ભારતની સંડોવણી હવાના આરોપ લગાવતા ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા, ત્યાર બાદ ભારતે પણ વળતો જવાબ આપતા કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢીને પાંચ દિવસમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે ત્યારે હવે ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકીની હત્યાને પગલે ચાલી રહેલા તણાવ પર અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. 

અમેરિકાએ કહ્યું કે કેનેડેના સરે શહેરમાં એક શીખ કાર્યકર્તાની હત્યાને લઈને કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના ભારતના પરના આરોપોથી તે ખુબ જ ચિંતિત છે. સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર વ્હાઈટ હાઉસ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા એડ્રિન વોટસને કહ્યું હતું કે અમે કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના ભારત પર લગાવવામાં આવેલા આરોપોને લઈને ખૂબ જ ચિંતિત છીએ તેમજ અમે અમારા કેનેડિયન સહયોગી સાથે નિયમિતી રુપે સંપર્કમાં રહીએ છીએ. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કેનેડા આ ઘટનાની યોગ્ય તપાસ કરે. 

કેનેડાના PM જસ્ટિન ટુડોએ સોમવારે કેનેડિયન સંસદમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી વિશે વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે કેનેડાની સુરક્ષા એજન્સીઓ આ કેસ મામલે તપાસ કરી રહી છે. આ ઉપરાતં સંસદમાં વધુમાં જણાવતા હતું કે, પીએમ મોદીને કહેવામાં આવ્યું છે કે, જો ભારત સરકાર આ મામલામાં કોઈપણ રીતે સામેલ હશે તો તે સ્વીકાર્ય નહીં હોય અને તપાસમાં સહયોગની પણ માગ કરી હતી.

આ આરોપનો આજે વિદેશ મંત્રાલયે જવાબ આપતા કહ્યું કે, કેનેડામાં હિંસામાં ભારત સરકારની સંડોવણીના આરોપો પાયા અને આધારભૂત વગરના છે. કેનેડાના વડાપ્રધાને ભારત સરકાર પર કરેલા આક્ષેપને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા હતા. ભારતે કેનેડા પર ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓને આશ્રય આપવાનો આરોપ પણ લગાવ્યો છે.

ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર, જેના પોસ્ટર મંદિરની બહાર લગાવવામાં આવ્યા છે, તેની આ વર્ષે 18 જૂને કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને ભારત સરકાર દ્વારા ડેઝિગ્નેટેડ  આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી તેમાં હરદીપ નિજ્જરનું નામ પણ સામેલ હતું. ભારતીય એજન્સી NIAએ નિજ્જરને ભાગેડુ જાહેર કર્યો હતો. નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ હતો અને કેનેડામાં ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)નો મુખ્ય ચહેરો હતો. નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ પણ હતો.