Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

'વેનેઝુએલાને લઈને ભારત ચિંતિત...', માદુરોની ધરપકડ બાદ જયશંકરનું પહેલું મોટું નિવેદન

January 07, 2026

વેનેઝુએલામાં અમેરિકા દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી અને પ્રમુખ નિકોલસ માદુરોને કસ્ટડીમાં લેવાના અણધાર્યા ઘટનાક્રમ પર ભારત સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે, ભારત વેનેઝુએલાની વર્તમાન સ્થિતિને લઈને અત્યંત ચિંતિત છે અને તેમણે તમામ પક્ષોને લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે. લક્ઝમબર્ગમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન એસ. જયશંકરે કહ્યું કે, 'અમે તાજેતરના ઘટનાક્રમથી ચિંતિત છીએ. અમે આ વિવાદમાં સામેલ તમામ પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ સાથે મળીને એવા ઉકેલ પર પહોંચે જે વેનેઝુએલાના લોકોની ભલાઈ અને સુરક્ષાના હિતમાં હોય. લોકોની ભલાઈ અમારી પ્રાથમિકતા છે.' તેમણે વધુમાંકહ્યું હતું કે, 'ભારત અને વેનેઝુએલા વચ્ચે વર્ષોથી ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. ભારત ઈચ્છે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય, વેનેઝુએલાના લોકો સુરક્ષિત રહે અને આ સંકટમાંથી વહેલી તકે બહાર આવે.' ભારતીય વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, 'કરાકાસમાં આવેલું ભારતીય દૂતાવાસ ત્યાં વસતા ભારતીય સમુદાયના સતત સંપર્કમાં છે. કોઈપણ પ્રકારની સહાય માટે દૂતાવાસ તૈયાર છે. ભારત સરકારે આ મુદ્દાને વાતચીત દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉકેલવા અને પ્રદેશમાં સ્થિરતા જાળવી રાખવા પર ભાર મૂક્યો છે.'