ઈન્ડિયન આર્મીએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા
February 07, 2025
ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર માર્યા છે. આમાં પાકિસ્તાની સેનાના 3 સૈનિકોનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ ઘટના 4 ફેબ્રુઆરીની રાત્રે પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી પાસે બની હતી જ્યારે નિયંત્રણ રેખા (LoC) નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ભાસ્કરનાં સૂત્રોનો દાવો છે કે ભારતીય સેનાની આગળની ચોકી પર હુમલો કરવાની યોજના હતી. ભારતીય સેનાને આ અંગે માહિતી મળી અને તેમણે પહેલા જ હુમલો કરી કાવતરું નિષ્ફળ બનાવ્યું.
ઘૂસણખોરી દરમિયાન માર્યા ગયેલા 7 લોકોમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT)ના 3-4 સભ્યો પણ માર્યા ગયા. આ ટીમ સરહદ પારની કામગીરીમાં નિષ્ણાત છે.
જોકે, સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું હતું કે આ ઘટનામાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે. આમાં BAT ટીમના સભ્યોનો ઉલ્લેખ કર્યો નહોતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકવાદીઓ અલબદ્ર ગ્રુપના હોઈ શકે છે. ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પહેલાંથી જ કહી ચૂક્યા છે કે અમે ભારત સાથેના તમામ મુદ્દાઓ વાતચીતથી ઉકેલીશું.
પાકિસ્તાની PMએ કહ્યું- વાતચીત દ્વારા મુદ્દાઓનું નિરાકરણ આવશે ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે કર્યો છે જ્યારે એક દિવસ પહેલાં 6 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે અમે ભારત સાથેના તમામ મુદ્દાઓ વાતચીથી ઉકેલીશું.
POKમાં જૈશ-લશ્કરની બેઠક થઈ, સરકારે આપી મંજૂરી પાકિસ્તાની PMના નિવેદન પછી જ સરકારે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાને PoKના રાવલકોટમાં રેલી યોજવાની પરવાનગી આપી. બંદૂકો અને AK-47 લહેરાતા હતા. આ રેલીમાં ભારત વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા. આમાં હમાસના નેતાઓ પણ હાજર હતા.
Related Articles
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026