Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

ગણતરીના લોકોની ઇજારાશાહી સ્થાપવા ભારતના ઇતિહાસ સાથે ચેડાં થયાં છે:ઉપરાષ્ટ્રપતિ

December 02, 2024

ઉપરાષટ્રપતિ જગદીપ ધનખડે રવિવારે દાવો કર્યો હતો કે પોતે દેશને આઝાદ કરાવ્યો હોવાનો દાવો કરી રહેલા ગણતરીના લોકોની ઇજારાશાહી સ્થાપવા ભારતના ઇતિહાસ સાથે ચેડા થયા છે. રાજા મહેન્દ્ર પ્રતાપની 138મી જન્મ જયંતીની ઉજવણી માટે યોજાયેલા સમારંભને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે ભારતની આઝાદીનો પાયો નખાયો તે મુદ્દે લોકોને જરા જુદી રીતે ભણાવવામાં આવ્યું છે.'ઇતિહાસના પુસ્તકો આપણા આઝાદીના નાયકો સાથે અન્યાય કર્યો છે.

ગણતરીના થોડા લોકોએ આઝાદી અપાવી હોવાનો દાવો કરીને તે ગણતરીના લોકોની ઇજારાશાહી ઉબી કરવા ઇતિંહાસ સાથે ચેડા થયા છે. તેને કારણે આપણા આત્મા અને હૃદય બોઝિલ બન્યા છે. આપણે ઇતિહાસમાં મોટા ફોરફાર કરવાની જરૂર છે.' મહેન્દ્ર પ્રતાપની બહાદુરીને માન્યતા આપવામાં દેશ નિષ્ફળ ગયો છે. મહેન્દ્ર પ્રતાપ જે સ્થાનના અધિકારી હતા તે સ્થાન તમને નથી આપવામાં આવ્યું. આઝાદીનો પાયો રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ જેવા લોકોના સર્વોચ્ચ બલિદાન પર નખાયો છે. તેમના જેવા હીરોના ગુણ નથી ગવાયા.