શોભાસણમાં વરઘોડામાં ઘુસી લુખ્ખા તત્ત્વો નાચવા ગયા, બહાર કાઢતા જાનૈયાઓ પર હુમલો

March 21, 2025

મહેસાણા : મહેસાણાના શોભાસણ ગામ ખાતે લગ્નના વરઘોડામાં 11 જેટલાં લુખ્ખા તત્ત્વો નાચવા ઘુસી ગયા હતા. આ પછી વરઘોડામાંથી બહાર કાઢતા ટોળાએ ઘાતકી હથિયારો સાથે જાનૈયાઓ પર હુમલો કરીને પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને એક મહિલા સહિત 11 શખ્સો વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
મહેસાણાના  શોભાસણ ગામ ખાતે લગ્નનો વરઘોડો નીકાળ્યો હતો. આ દરમિયાન અન્ય કુટુંબના શખ્સો વરઘોડોમાં ઘુસીને નાચવા લાગ્યા હતા. આ પછી પરિવારોએ એક મહિલા સહિત 11 લોકોને વરઘોડામાં નાચતા અટકાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. તેવામાં ટોળાએ ઘાતકી હથિયારો સાથે જાનૈયાઓ પર હુમલો કર્યો અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં પોલીસે વરઘોડા દરમિયાન હુમલો કરનારા મહિલા 11 શખ્સો વિરૂદ્ધમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.