Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

'ટ્રમ્પની હમાસ નિ:શસ્ત્રીકરણ યોજના નિષ્ફળ જ જવાની ઇરાન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ મુંહતોડ જવાબ આપશે

August 04, 2026

નવી દિલ્હી : અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલી વધતી જ રહી છે, ત્યારે ઇરાનના ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સેની રવિવારે સાંજે ટ્રમ્પની હમાસ ડીસાર્ઝ તથા મધ્યસ્થીની દરખાસ્તને ફગાવી દેતાં કહ્યું હતું કે, તે યોજના નિષ્ફળ જ જવાની છે. આ અંગે પ્રસિદ્ધ કરેલા એક નિવેદનમાં આઇ.આર.જી.સી.એ કહ્યું હતું કે, 'હમાસના પોલિટિકલ બ્યુરો ચીફ ઇસ્માઇલ હનીયેરની બે વર્ષ પૂર્વે તહેરાનમાં કરાયેલી હત્યાનો ઇરાન રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ મુંહતોડ જવાબ આપશે.' આ સાથે આ નિવેદનમાં આઇ.આર.જી.સી.એ કહ્યું હતું કે, 'હમાસ નિ:શસ્ત્રીકરણની ટ્રમ્પની યોજના નિષ્ફળ જ જવાની છે. વાસ્તવમાં તે ક્યારની ય નિષ્ફળ ગઈ છે.' આ સાથે ઇરાનના એ ક્રાંતિકારી જૂથે ખુલ્લેઆમ કહ્યું કે, અમે દુનિયાને તે વચન આપીએ છીએ કે ઇન્શાઅલ્લાહ આખરી ફતેહ તો ઝીનોઇસ્ટ ઉપર પેલેસ્ટાઇનીઓની જ થશે. આ સાથે આઇઆરજીસીએ હનીયેરની હત્યાને જધન્ય અપરાધ સમાન કહેતા જણાવ્યું હતું કે, તે આંતરરાષ્ટ્રીય કાનૂનના સર-એ-આમ ભંગ સમાન છે તેમજ ઇસ્લામિક રીપબ્લિક ઓફ ઇરાનની પ્રાદેશિક અખંડિતતા તથા સાર્વભૌમત્વ ઉપરના ખુલ્લા હુમલા સમાન છે.' ઉલ્લેખનીય છે કે, ગાઝામાં કાયમી શાંતિ સ્થાપવા માટે પ્રમુખ ટ્રમ્પે મુકેલી દરખાસ્તમાં જણાવવામાં આવ્યું હતું કે, હમાસે શસ્ત્ર ત્યાગ કરવો અને પછી ઇઝરાયલની સેના પણ તે વિસ્તારમાંથી હટી જાય. પરંતુ હમાસને ઇઝરાયલ પર જરીકે વિશ્વાસ નથી કે તેઓ શસ્ત્રત્યાગ કરવા પણ તૈયાર નથી.