તત્કાલ બુકિંગ સમયે જ IRCTCની વેબસાઈટ-એપ ઠપ:દેશભરમાં લાખો લોકો પરેશાન
December 26, 2024
ભારતીય રેલવેનું ઈ-ટિકિટિંગ પ્લેટફોર્મ, ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની ઓનલાઈન વેબસાઈટ અને મોબાઈલ એપ ગુરુવારે (26 ડિસેમ્બર) ઠપ થઈ છે. તત્કાલ ટિકિટ બુકિંગ સમયે જ આ સમસ્યા સર્જાતા દેશભરમાં લાખો લોકોને ટિકિટ બુકિંગમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે ટિકિટિંગ પ્લેટફોર્મ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, મેન્ટેનન્સ એક્ટિવિટીને કારણે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ 9 ડિસેમ્બરે 1 કલાક સુધી સર્વિસ બંધ રહી હતી.
IRCTCની વેબસાઈટ પર લખેલા નોટિફિકેશન મુજબ, 'મેન્ટેનન્સ એક્ટિવિટીને કારણે હાલમાં ઈ-ટિકિટિંગ સેવા ઉપલબ્ધ રહેશે નહીં. કૃપા કરીને પછી પ્રયાસ કરો.' આ સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, 'ટિકિટ/ફાઈલ TDR રદ કરવા માટે, કૃપા કરીને કસ્ટમર કેર નંબર 14646,08044647999 અને 08035734999 પર કોલ કરો અથવા etickets@irctc.co.in પર મેઇલ કરો.'
નોંધનીય છે કે સામાન્ય રીતે IRCTC પર તત્કાલ ટિકિટ બુક કરવાનો સમય સવારે 10 વાગ્યાનો છે. જ્યારે સ્લીપર ક્લાસ માટે તત્કાલ ટિકિટ બુક કરવાનો સમય સવારે 11 વાગ્યાનો છે. પરંતુ આજે (26 ડિસેમ્બર) IRCTC ટિકિટિંગ પ્લેટફોર્મ બંધ થવાને કારણે દેશભરમાં લાખો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
IRCTC 1999માં ભારતીય રેલવેમાં જોડાઈ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળનું 'મિની રત્ન (કેટેગરી-1)' કેન્દ્રીય જાહેર ક્ષેત્રનું સાહસ છે. IRCTC ને 27 સપ્ટેમ્બર 1999ના રોજ ભારતીય રેલવેની શાખા તરીકે સામેલ કરવામાં આવી હતી.
તેનો ઉદ્દેશ સ્ટેશનો, ટ્રેનો અને અન્ય સ્થળોએ કેટરિંગ અને હોસ્પિટાલિટીનું સંચાલન કરવાનો છે. આ સાથે બજેટ હોટલ, સ્પેશિયલ ટૂર પેકેજ, માહિતી અને વ્યાપારી પ્રચાર અને વૈશ્વિક આરક્ષણ પ્રણાલીના વિકાસ દ્વારા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું છે. IRCTCની કોર્પોરેટ ઓફિસ નવી દિલ્હીમાં આવેલી છે.
IRCTCની મુખ્ય સેવાઓ
- કેટરિંગ અને હોસ્પિટાલિટી
- ઇન્ટરનેટ ટિકિટિંગ
- પ્રવાસ અને પર્યટન
- પેકેજ્ડ પીવાનું પાણી (રેલ નીર)
Related Articles
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચનાં મોત
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચ...
Jul 10, 2026
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત...
Jul 06, 2026
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદન...
Jul 06, 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પ...
Jul 06, 2026
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભાર...
Jul 06, 2026
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડ...
Jul 06, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026