ઇસ્કોન બ્રિજ અકસ્માત: તથ્ય અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અઢી વર્ષે ચાર્જફ્રેમ, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કાર્યવાહી તેજ
November 18, 2025
અમદાવાદ : અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. જુલાઈ 2023માં 9 લોકોનો ભોગ લેનાર આ દુર્ઘટના બાદ સુપ્રીમ કોર્ટના આદેશને પગલે અઢી વર્ષે આ કાર્યવાહી શક્ય બની છે. તથ્ય પટેલ આજે કોર્ટમાં હાજર થયો હતો.
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આ કેસમાં વિલંબ બદલ નારાજગી વ્યક્ત કરી હતી અને ત્રણ અઠવાડિયામાં ચાર્જફ્રેમ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ ગ્રામ્ય કોર્ટમાં કાર્યવાહી ઝડપી બની હતી. આજે જજે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલ પર લાગેલા આરોપો વાંચી સંભળાવ્યા હતા અને તેમની સહી લીધી હતી. ચાર્જફ્રેમ થવાથી હવે આ હાઇ-પ્રોફાઇલ કેસની ટ્રાયલ શરુ થવાનો માર્ગ મોકળો થયો છે. આગામી સમયમાં કોર્ટ દ્વારા સાક્ષીઓને તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પોલીસે આ કેસમાં ઘટનાના 7 દિવસમાં જ 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 191 સાક્ષીઓ અને FSLના 15 રિપોર્ટ સહિત મજબૂત પુરાવા રજૂ કરાયા હતા. તથ્ય સામે IPCની કલમ 304 હેઠળ ગુનો નોંધાયો છે, જેમાં 10 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. પિતા પ્રજ્ઞેશ પટેલ પર પણ પુરાવાનો નાશ કરવા અને આરોપીને ભગાડવામાં મદદ કરવા બદલ ચાર્જફ્રેમ કરાયા છે.
Related Articles
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક...
May 09, 2026
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત...
May 09, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી...
May 09, 2026
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન...
May 08, 2026
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 ક...
May 06, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સા...
May 06, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026