પેલેસ્ટાઈન, લેબેનોન, ઈરાન બાદ હવે વધુ એક મુસ્લિમ દેશ સાથે યુદ્ધની તૈયારીમાં ઈઝરાયલ!

October 19, 2024

ઈઝરાયલ આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓલઆઉટ લડાઈના મૂડમાં છે. પેલેસ્ટાઈન, લેબેનોન અને ઈરાન બાદ હવે તે જોર્ડન સાથે પણ યુદ્ધ કરવા માટે તૈયાર છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ પુષ્ટિ કરતા કહ્યું હતું કે, આતંકવાદીઓ જોર્ડન આર્મી યુનિફોર્મ પહેરીને ઇઝરાયલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મામલો શંકાસ્પદ જણાતા અને તેમને રોકવા માટે કહેવામાં આવ્યું તો તેઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. IDFનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે બંને ઘૂસણખોરો જોર્ડનના સૈનિકો ન હતા, પરંતુ જોર્ડનનો આર્મી યુનિફોર્મ પહેરેલા આતંકવાદીઓ હતા. બંનેની ઓળખ હજુ થઈ નથી, તે અંગેની તપાસ ચાલી રહી છે. જ્યાંથી તેઓ ઈઝરાયલમાં પ્રવેશ્યા હતા તે સ્થળે બોર્ડર પર અનેક કાંટાળા તાર છે. તે કાપીને જ આતંકવાદીઓએ પ્રવેશ કર્યો હતો.  ઈઝરાયલની સેનાના ગોળીબારમાં એક આતંકી ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો, જ્યારે બીજો ભાગવાનો પ્રયાસ કરતા લગભગ 100 મીટર દૂર માર્યો ગયો હતો. આતંકવાદીઓએ સૈનિકો પર આઠ વખત ગોળીબાર કર્યો હતો, જેમા  ઈઝરાયલી સૈનિકો ઘાયલ થયા છે. એક એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, સુકોટમાં રજાઓ દરમિયાન યોજાતો તામર ફેસ્ટિવલ આતંકવાદીઓના નિશાના પર હતો. આટલું જ નહીં પણ ત્રણ આતંકીઓએ ઘૂસણખોરી કરી હોવાની ચર્ચા છે. તેનો ત્રીજો સાથી પણ છે, જેની શોધ ચાલુ છે.